સમગ્ર દેશમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો જ થતો જાય છે. હાલમાં પણ રાજસ્થાનમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. હાલમાં ચાલી રહેલ આધુનિક સમયમાં પણ અંધશ્રદ્ધાને લીધે અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.
જ્યાં કુલ 4 મહિલાને ડાકણ તેમજ એક યુવતીને મળ ગોળીને પીવડાવવાની ઘટના બની છે. મહિલાઓએ આ સજા ગામમાં ભરાયેલ પંચાયતમાં ફટકારવામાં આવી હતી. સમાજને શર્મસાર કરનાર આ ઘટના બિહારમાં આવેલ કટિહાર જિલ્લામાં બની હતી. મળતી જાણકારી મુજબ કટિહાર જિલ્લામાં આવેલ મુફસ્સિલ પોલીસ સ્ટેશનનાં ખૈરા ગામમાં આ શરમજનક ઘટના બની હતી.
જ્યાં મહિલાઓને મળ-મૂત્ર ગોળીને પીવડાવવામાં આવ્યું હતું. ગામમાં એક તંત્રમંત્ર કરનાર ભુવાએ ગામના લોકોને જણાવતાં કહ્યું હતું કે, ગામમાં કુલ 4 મહિલાઓ તેમજ એક યુવતી ડાકણ છે. ભુવાની વાતમાં આવીને ગામના લોકોને ડર લાગી ગયો હતો. ગામનાં લોકો દ્વારા પંચાયત બોલાવવામાં આવી હતી.
પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જે મહિલાઓ તથા યુવતીને ડાકણ ગણાવવામાં આવે છે. એમને મળ-મૂત્ર પિવડાવવામાં આવે. ગામમાં મહિલાઓને મળેલ આ સજાની જાણ પોલીસને થતાં પોલીસે ઘણાં લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ કર્યાં પછી પોલીસની કાર્યવાહીમાં કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ 5 મહિલાઓ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં એમની સારવાર ચાલી રહી છે.
અહી ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પંચાયતની બર્બર સજાની ઘટના રાજસ્થાનમાં પણ બની હતી. રાજસ્થાનમાં આવેલ શેખાવાટી વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે બધી જ હદોને પાર કરી મહિલા પર પોતાના પરિવારના યુવકની સાથે આડા સંબંધોનો (love Affair) આરોપ લગાવીને ઉવાંડા ઊભા થઈ જાય એવી સજા સંભળાવી હતી.
ખાપ પંચાયત દ્વારા મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેર રસ્તા પર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ગત 21 ઓગસ્ટનાં રોજ બનેલ આ ઘટનાને લઈને મંગળવારનાં રોજ સાંસી સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને અજાણ્યા આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આની ઉપરાંત કોરાનાનાં સમયમાં કુલ 400થી વધુ લોકો એકઠાં થતાં એમની વિરુદ્ધ કોરોના ગાઈડલાઈનનાં ભંગ હેઠળ ગુનો નોંધવામાં પણ આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle