આજે વડાપ્રધાનના નેતૃત્ત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જાણવા મળ્યું છે કે, આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. આ માટે ૩.૦૩ લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે 19 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી હોવું જાણવા મળ્યું છે.
આ મહત્ત્વપૂર્ણ બેઠક અંગેની માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન જાવડેકરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમને 6 લાખ 28 કરોડના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજને પણ આજે મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જાવડેકરે જણાવ્યું હતું કે, નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવશે.
આ માટે કેબિનેટ દ્વારા 93000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દરેક ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે દરેક ગામ સુધી બ્રોડબેન્ડ સિસ્ટમ પહોચાડવામાં આવશે.
આ ઉપરાંત દેશના 16 રાજ્યોમાં ભારત નેટને પીપીપી મોડેલ(૩૦ વર્ષનું એગ્રીમેન્ટ)ને મંજૂરી આપવામાં આવી છે. કુલ પ્રોજેકટ 29 હજાર કરોડ રૂપિયાનો છે જેમાં ભારત સરકારનો હિસ્સો 19 હજાર કરોડ રૂપિયાનો છે. આ માટે 3 લાખથી વધુ ગામોને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે. વીજળી સેક્ટરમાં સુધારણા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ માટે 3.03 લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકારો પાસેથી પ્લાન માગવામાં આવશે. આ માટે કેન્દ્ર તેમને પૈસા આપશે. કેન્દ્રીય પ્રધાન આર કે સિંહે જણાવ્યું હતું કે, આ માટે સોલર સિસ્ટમને મજૂબત બનાવવાની પણ યોજના છે. આ ઉપરાંત જૂની એચટી-એલટી લાઇન્સને બદલવામાં આવશે. જેથી 24 કલાક વીજળી ઉપલબ્ધ રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.