fixed pay employees Gujarat govt 30% hike: ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપી છે. લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગાર વધારો આપવામાં આવ્યો ન હતો, તેથી હવે સરકારે ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં જ સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ફિક્સ પગારના કર્મચારીઓ માટે નિર્ણય કર્યો છે. કર્મચારીઓના પગારમાં 30 ટકાનો ફ્લેટ વધારો થયો છે. ૩૧ ઓક્ટોબરથી આ નવો પગાર વધારો અમલમાં આવશે. 1 ઓક્ટોબરથી તેનો અમલ થશે. 61 હજાર જેટલા ફિક્સ પેના કર્મચારીઓને તેનો લાભ મળશે. આ જાહેરાતથી કર્મચારીઓના પરિવારોમાં ખુશીનો માહોલ થશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube