ગુજરાતમાં ફરી શરુ થયો ફિલ્મ ‘પઠાણ’નો ઉગ્ર વિરોધ, VHP અને બજરંગ દળે કરી તોડફોડ

ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાય દિવસોથી બોલિવુડમાં શાહરૂખ ખાન(Shah Rukh Khan)ની ફિલ્મ ‘પઠાણ(Pathaan)’નો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે તેના પડઘા ગઈકાલે અમદાવાદમાં મોડી સાંજે…

ગુજરાત(Gujarat): છેલ્લા કેટલાય દિવસોથી બોલિવુડમાં શાહરૂખ ખાન(Shah Rukh Khan)ની ફિલ્મ ‘પઠાણ(Pathaan)’નો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે તેના પડઘા ગઈકાલે અમદાવાદમાં મોડી સાંજે પડ્યા છે. અમદાવાદમાં ‘પઠાણ’નો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. વસ્ત્રાપુર લેક(Vastrapur Lake) નજીક અમદાવાદ વનમોલના સીનેમાઘરમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર,  વિશ્વ હિન્દુ પરિષદ(VHP) અને બજરંગ દળે તોડફોડ કરી હતી. જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા હતા. ગઈકાલે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં વસ્ત્રાપુર લેક નજીક આવેલા વનમોલમાં ગઈકાલે મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જેમાં ગઈકાલે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કરીને તોડફોડ કરવામાં આવી હતી. બીજી બાજુ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા જે આ સમગ્ર મામલાને જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ સમગ્ર મામલે હાલ વિડીયોને આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે પઠાણ ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આજે બનેલી આ ઘટના અંગે વિડીયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ આ મામલા અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિરોધ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો પરંતુ તોડ ફોડને લઈને હાલ પોલીસ વિડીયોના આધારે તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ VHP અને બજરંગ દળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપી પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આજની આ ઘટના બાદ રાજ્યમાં વિરોધનો સુર ઉઠ્યો હોવાનું સામે આવ્યું છે જેને લઈને આગામી સમયમાં અન્ય જિલ્લા કે શહેરોમાં પણ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *