GSEB 10th Fail Student News: જો વાત કરવામાં આવે તો ગઈકાલે ધોરણ-10નું બોર્ડનું પરિણામ (Board Result of Class-10) જાહેર થયું હતું. ગુજરાતમાં ધોરણ 10 નું પરિણામ 64.62 % રહ્યું છે. ત્યારે હવે ધોરણ-10 ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી (GSEB 10th Fail Student News)ઓ માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 10 ની માર્ચમાં લેવાયેલ પરીક્ષામાં એક કે બે વિષયમાં નપાસ થનાર વિધાર્થીઓની પુરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ફરીથી તક આપવામાં આવે છે.
મહત્વનું છે કે, ગઈકાલે પરિણામ આવ્યા બાદ આજે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો જેમાં પૂરક પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા જ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં એક વિષયના 130 રૂપિયા ફી અને બે વિષયના 185 રૂપિયા ફી ઓનલાઇન ભરવાની રહેશે.
વાત કરીએ તો આ ઉપરાંત કન્યા અને દિવ્યાંગ વિધાર્થીઓને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ માર્ચ 2023 ની બોર્ડની પરીક્ષામાં ગેરહાજર વિધાર્થીઓ પણ જુલાઈમાં પુરક પરીક્ષા આપી શકશે.
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 272 નોંધાઈ છે. 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા 1084 નોંધાઈ છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 157 નોંધાઈ છે.
8 મહાનગરોમાં આટલી શાળાનું 0 ટકા પરિણામ:
વાત કરવામાં આવે તો રાજ્યના 8 મહાનગરોની વાત કરવામાં આવે તો સૌથી વધુ શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓ રાજકોટમાં છે. રાજકોટમાં 13 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જ્યારે બીજા નંબર જૂનાગઢ 9 અને ત્રીજા નંબર અમદાવાદમાં 8 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે અને રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ 7 શાળાઓનો શૂન્ય ટકા પરિણામની યાદીમાં મોટો વધારો થયો છે.
કયા જિલ્લામાં કેટલી શાળાનું શૂન્ય ટકા પરિણામ:
જો જિલ્લા/શહેર અનુસાર વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં સૌથી વધુ 22 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે અને બીજા ક્રમે રાજકોટ આવે છે. જેમાં 13 શાળાઓ, જૂનાગઢમાં 9, અમદાવાદ શહેર અને કચ્છમાં 8 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.