Big news for board students: ગુજરાત રાજ્યમાં બોર્ડ (GSEB)ના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં એડમિશન મળશે. ત્યારબાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 5 વર્ષ અગાઉ રદ થયેલો નિયમ ફરી લાગુ કરવામાં આવશે.
કોના માટે લાગુ થઇ જશે આ નિયમ?
જો વાત કરવામાં આવે તો 5 વર્ષ અગાઉ રદ કરવામાં આવેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થવા જઈ રહ્યો છે. આ વર્ષે એટલે કે 2023થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે, ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને રેગુયલર વિદ્યાર્થીની જેમ જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
હાલમાં રિપીટર તરીકે પરીક્ષા આપવી પડે છે:
અમે તમને જણાવી દઈએ કે, અત્યારના નિયમ અનુસાર, ધોરણ-10માં નાપાસ થતાં વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવતો નથી એટલે કે, જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે તો તેને રિપીટર તરીકે જ પરીક્ષા આપવી પડે છે.
શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી રજૂઆત:
જો વાત કરવામાં આવે તો દર વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સરેરાશ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે, ત્યારે એવા વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10માં એડમિશન લઈને ફીરવાર અભ્યાસ કરવા માંગતા હોય છે. જેથી વિદ્યાર્થીઓની ઈચ્છાને ધ્યાને રાખીને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરસમક્ષ શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે, તેવું કહેવામાં આવી રહ્યું છે.
વહેલી તકે બોર્ડનું પરિણામ થઇ શકે છે જાહેર:
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ શકે છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
મહત્વનું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી પેપર ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. હાલમાં તો ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા પછી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મે મહિના પહેલા સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.