દિપેશ્વરી માતાજીના મંદિરમાં માત્ર એક ચુંદડી ચડાવવાથી થાય છે તમામ મનોકામના પૂર્ણ- જાણો તેનો 500 વર્ષ જુનો ઇતિહાસ

Published on Trishul News at 6:31 PM, Thu, 8 February 2024

Last modified on February 8th, 2024 at 6:33 PM

Dipeshwari Mataji Temple: શ્રી દિપેશ્વરી માતાજીનું મંદિર(Dipeshwari Mataji Temple) ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પશ્ચિમ ભાગમાં આવેલા જૂના ઊંટરડા ગામે આવેલું છે, જે દિપેશ્વરી માતાજી ધામ તરીકે ઓળખાય છે.આ મંદિર જૂના ઊંટરડા ગામમાં માઝુમ નદીના કિનારે આવેલું છે. દર રવિવારે શ્રદ્ધાળુઓની અહીં માતાજીના દશનાર્થે આવે છે. મંદિરે દર પૂનમે મેળો ભરાય છે[અને આશરે એક લાખથી પણ વધારે લોકો માતાજીના દર્શનનો લાભ લે છે.

500 વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુના ઉંટરડા ગામે દીપેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલ છે અને અહીંયા પૂનમ, રવિવાર તેમજ વાર તહેવારના પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે,શક્તિનો અવતાર દિપેશ્વરી માતાજીનું મંદિર આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. જે અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માતા દીપેશ્વરી તમામ શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ કરતા હોવાની છે માન્યતા છે.

માં દીપેશ્વરીનું મંદિર અનેક શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર
દેવ-દેવીઓની આ પવિત્ર ભુમિમાં ભક્તોના સંકટ હરવા દેવી શક્તિએ જુદા-જુદા રૂપ ધારણ કરી વિશ્વને માનવ કલ્યાણની ભાવના અર્પી છે. મા શક્તિ જુદા જુદા રૂપ ધરી જગદંબા, મહાકાલી, સરસ્વતી, પાર્વતી, ખોડિયાર, બહુચર, ચામુંડા એમ જુદા જુદા નામોથી ઓળખાઈ પુજનીય બન્યા છે પણ અંતે તો તે મા શક્તિનો અવતાર એક જ છે. એવી જ એક શક્તિનો અવતાર એટલે માં દિપાં.. “દિપેશ્વરી” માતાજીનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નાના એવા ઊંટરડા ગામમાં આવેલું છે.. આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું માં દીપેશ્વરીનું મંદિર અનેક શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. માઝૂમ નદીના ખળખળ વહેતા પાણીના કિનારે વડલાના વૃક્ષ નીચે માતા દીપેશ્વરી બિરાજમાન છે.

વિકટ પળોમાં જે એનું સ્મરણ કરશે તેના દુઃખો તે દૂર કરશે
એક બાળકી જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે તેવા કુળમાં જન્મ નામ દીપાં, જન્મથી જ જેનું મુખ દિપ સમાન ઉજ્જવળ, ભાલે ચમકતું તેજ, રૂપરૂપની અંબાર જાણે સ્વર્ગમાંથી દેવલોકની પરી ઉતરી હોય. લોક વાયકા મુજબ માઝુમ નદીના તટે સહેલીઓ સાથે દીપા વડવાઈઓને પકડીને હીંચકા ખાતી હતી એવામાં એકાએક વટવૃક્ષની વડવાઈઓ સાથે દીપાં નીચે પટકાઈ અને દીપાના પડવાના સ્થાને સુગંધીત ફુલોનો ઢગ ખડકાઈ ગયો અને દીપાં અદ્શ્ય બની ગઈ. ચમત્કારિક દ્રશ્ય જોઈને બાળકીઓ દોડતાં ઘરે જઈ દીપાના માતાપિતાને ગભરાતાં હૃદયે હકિકતથી વાકેફ કર્યા, ધ્રુસકે ધ્રુસકે રડતા દીપાના માતાપિતા ફુલના ઢગલાની પાસે ગયા ત્યાં જ દૈવત આકાશવાણી થઈ “સંતાપ કરીશ નહીં મારી આજ્ઞાએ તારી કુવારીકા દીપાં દિવ્ય શક્તિ હોઈ ચીર વિદાય લીધી છે. જે તારા કુળનો, ગામનો તથા અન્ય ભક્તોનો ઉધ્ધાર કરશે. શ્રદ્ધાના પ્રતિક રૂપે જગમાં પુજ્યમાન બનશે. અને વિકટ પળોમાં જે એનું સ્મરણ કરશે તેના દુઃખો તે દૂર કરશે.

વૈશાખ સુદ છઠ ના દિવસે ખુબ જ વિશાળ પાટોત્સવનું આયોજન થાય છે
અહિયાં દર રવિવારે અને પૂનમના દિવસે મંદિરે આવતા તમામ લોકો માટે વિનામૂલ્યે ભોજનશાળા પણ ચલાવવામાં આવે છે. દૂરથી આવેલા શ્રાધ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળા પણ છે. ખાસ કરીને આખા ચૈત્ર મહિનામાં આ મંદિરે માતાજીના દર્શનનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે.વૈશાખ સુદ છઠ એ માતાજીના પ્રાગટ્યની તિથી હોવાથી અહિયાં દર વર્ષે વૈશાખ સુદ છઠ ના દિવસે ખુબ જ વિશાળ પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

મનોકામના પૂર્ણ થાય છે
માતાજીના ભક્તો પોતાની મનોકામનાઓ માતાજી સમક્ષ રાખતા હોય છે,, ભક્તોની મન ઇચ્છીત મનોકામના પૂર્ણ થતાં મનાતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે મંદિરે રવિવાર અને પૂનમના દિવસે સદાવ્રત ચલાવવામાં આવે છે. જેમાં ભક્તો માનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ચૈત્ર અને આસોની નવરાત્રિના દિવસોમાં ભક્તો માં ના ગરબા રમી માં ની આરાધના કરે છે. માતાજીના પ્રાગટય દિવસ વૈશાખ સુદ છઠે ભક્તો મોટી સંખ્યામાં દીપેશ્વરી માતાજીના દર્શને ઉમટે છે.. પૂર્ણિમા અને રવિવારના દિવસે ભક્તો પગપાળા ચાલતા આવીને માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]