રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટલા 3 બાળકો સહિત માતાનું કરુણ મોત

Published on: 3:35 pm, Tue, 14 September 21

બિહાર(Bihar): હાલમાં બિહાર(Bihar)ના મુઝફ્ફરપુર(Muzaffarpur) જિલ્લાના મીનાપુર(Minapur)માં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં રસોઈ કરતી વખતે ગેસ-સિલિન્ડર(Gas-cylinder) ફાટવાથી ત્રણ બાળક સહિત 4 લોકોનાં મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાને શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ(SKYMCH)માં દાખલ કરવામાં આવી છે. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પાણી અને માટી ફેંકીને આગ પર કાબૂ મેળવ્યો
જાણવા મળ્યું છે કે, મુઝફ્ફરપુર જિલ્લાના નંદન ગામમાં ગેસ-સિલિન્ડર પર રસોઈ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. જેમાં દાઝી જવાને કારણે બાળકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ગંભીર રૂપથી ઘાયલ બાળકોની માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ઘટના બાદ આખા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોએ ખૂબ જહેમત બાદ પાણી અને માટી ફેંકીને આગ પર કાબૂ મેળવ્યો છે.

ત્રણ બાળક સહિત માતાનું પણ મોત
મૃત્ય પામેલાં બાળકોની ઓળખ આ પ્રમાણે છે:
અશોક સાહની પુત્રી દીપાંજલિ(6)
પુત્ર આદિત્ય(4) અને વિવેક(2)
અશોક સાહની પત્ની શોભા દેવી(27)

ઈલાજ દરમિયાન મહિલાનું મૃત્યુ
જાણવા મળ્યું છે કે, SKMCHના બર્ન વોર્ડમાં ઘાયલ મહિલાની સારવાર ચાલી રહી હતી. મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. ઘટના પછી ગામમાં શોકનો માહોલ છવાયો છે. હોસ્પિટલમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે.

અશોક દિલ્હીમાં રહીને મજૂરીકામ કરે છે
આ અંગે હોસ્પિટલ પહોંચેલા સંબંધી વિજય સાહનીએ જણાવ્યું હતું કે, અશોક સાહની દિલ્હીમાં રહીને મજૂરીકામ કરે છે. તેમજ ઘરમાં શોભા દેવી તેનાં બાળકો અને સાસુની સાથે રહે છે. સાંજે તેમનાં સાસુ બજારમાં શાકભાજી લેવા ગયાં હતાં. ત્યારે શોભા ગેસ પર ખાવાનું બનાવી રહી હતી. આ દરમિયાન, પાઈપમાંથી ગેસ લીક થઈ રહ્યો હતો અને જોતજોતાંમાં અચાનકથી જ આગ પકડાઈ ગઈ.

ચોરસામાંથી આગ ફેલાઈ હતી
સાહનીએ વધુમાં જણાવ્યું હતું કે, સિલિન્ડરની બાજુમાં જ બહાર નીકળવાનો દરવાજો હતો. અહીં ચોરસા સહિતનાં અન્ય કપડાં રાખવામાં આવ્યાં હતાં. આ દરમિયાન, ત્રણેય બાળકો પણ ત્યાં જ હતાં. અચાનક જ આગ વધી અને ચોરસામાં પણ આગ લાગી ગઈ. મહિલા તેનાં ત્રણેય બાળકોને ઉઠાવીને ભાગવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ, તે પોતાને સંભાળી ન શકી અને દરવાજો પણ ખોલી ન શકી.

હોસ્પિટલ પહોંચ્યા પછી મૃત્યુ
આ અંગે સંબંધી વિજય સાહની કહે છે કે, ઘટના બાદ ત્રણ બાળક જીવતાં હતાં. દાઝવાને કારણે બૂમો પાડી રહ્યાં હતાં. જેવા હોસ્પિટલમાં પહોંચ્યા અને સારવાર શરૂ થઈ ત્યારે ત્રણેય બાળકો મૃત્યુ પામ્યાં હતા. આગ લાગવાની માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘણી મુશ્કેલી પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.