રાજકોટ(Rajkot): રાજ્યમાં આજકાલ રખડતા ઢોરોનો આતંક ઘણો વધી ગયો. ત્યારે રાજકોટમાં રખડતાં પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરમાં રખડતાં ઢોરોના હુમલા વારંવાર સામે આવે છે. ત્યારે ગઈકાલે રાત્રે રાજકોટના મવડી વિસ્તારમાં રસ્તાઓ પર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો. મનપાની બેદરકારીથી વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે.
રાજકોટમાં આવેલ મવડીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પર બે આખલા લડી રહ્યા હતા તે દરમ્યાન બાઇક પર બેઠેલા વૃદ્ધ અને બાઇકચાલક પર પડ્યા હતા. ત્યાર તાત્કાલિક ઢોરને હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે બાઇકચાલકની સારવાર કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, ચણીયાચોળીનું પાર્સલ આપવા માટે 35 વર્ષીય કમલભાઈ ભરતભાઇ પટોડીયા અને 65 વર્ષીય વિનુભાઈ કેશુભાઈ મકવાણા બાઈક ઉપર મવડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીક બે આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. બંને લડતા લડતા બાઇક પર બેઠેલા વિનુભાઈ અને કમલભાઇ પર આવીને પડ્યા હતા.
રાજકોટ શહેરમાં આવી ઘટના પહેલી વખત નથી બની, આ પહેલા પણ અનેક વખતે તંત્રને આ અંગે નિરાકરણ લાવવા ઢંઢોળવામાં આવ્યુ પરંતુ આટલી મોટી ઘટના બની ગઇ તેમ છતાં ભાજપના અધિકારીઓ મોઢે પટ્ટી બાંધીને મૌન સેવીને બેસી ગયા છે. ચુંટણી સમયે મત લેવા હોય ત્યારે પદાધિકારીઓ શેરીએ શેરીએ જઈને માત્ર લોભામણી વાતો જ કરે છે. મોટા મોટા વાયદાઓ કરશે. પરંતુ ચુંટણી પછી કામ કરવાનો સમય આવે ત્યારે કોઈ પદાધિકારીઓ જોવા મળતા નથી. મનપાની બેદરકારીએ એક નિર્દોષનો ભોગ લેવાયો છે.
આ સમગ્ર ઘટના અંગે મેયર પ્રદિપ ડવનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તે દરમ્યાન તેઓએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ હતું. પહેલા તો મેયર પ્રદિપ ડવએ ફોન કાપી નાંખ્યો હતો, અને ત્યાર બાદ ફરીવખત ફોન લગાડતા ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો. જાણે મેયર સાહેબ ફોન સ્વીચ ઑફ કરીને સુઈ ગયા હોય તેવું જણાઈ આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.