દેશભરમાં lockdown છે અને દેશનાં તમામ રાજ્યોમાં રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાશન વિતરણ કરી રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળથી lockdown ની એસીતેસી કરતા વીડિયો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના કલકત્તામાં આજે લેફ્ટ નેતા ડીમન બોઝ અને અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ મમતા સરકાર રાશન વિતરણ નથી કરી રહી. તેવા આરોપ લગાવીને ભેગા થયા હતા અને લોકોના ટોળા વળ્યા હતા. પોલીસ દ્વારા ડાબેરી મોરચા ના મુખ્ય નેતા ડીમન બોઝને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે.
કલકત્તા પોલીસ દ્વારા ડાબેરી નેતાઓ ડિમન બોઝ, સૂર્યકાન્ત મિશ્રા, મોહમદ સેલીમ, સુજન ચક્રવર્તી સહિતની ના લોકોની ધરપકડ કરાઈ હતી. આ તમામ નેતાઓ પોતાના સમર્થકો સાથે lockdown નો ભંગ કરીને સૂત્રોચ્ચાર કરી રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યા છે.
ડાબેરી નેતાઓ નો આરોપ હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં વ્યવસ્થિત રાસન વિતરણ કરતા નથી. CPI નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ઘણા ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગીય લાભાર્થીઓ છે. તેમને મફત રેશન થી વંચિત રાખવામાં આવે છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પણ પશ્ચિમ બંગાળ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસ સરકાર કોરોના માટેના ટેસ્ટીંગ વ્યવસ્થિત રીતે કરી રહી નથી તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news