સુરતમાં બાળકોના જન્મનો રેકોર્ડ: ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 બાળકોનો જન્મ થતાં ખીલખીલાટથી ગુંજી ઉઠી હોસ્પિટલ

Birth records of children in Surat: સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ડાયમંડ એસોસિએશન(Diamond Association) આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ-Diamond Hospital) માં 20/08/2023 રોજ એક જ દિવસમાં ટોટલ 31 ડીલીવરી થતા હોસ્પિટલનું વાતવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું .

સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં રેકોર્ડ સર્જાયો છે.(Birth records of children in Surat) છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે હાલ તો 31 બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જન્મેલા તમામ બાળકો સ્વસ્થ છે.

એક સાથે 31 દીકરી-દીકરાનો જન્મ
ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, હોસ્પિટલ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યો હતો અને આખા હોસ્પિટલના સ્ટાફમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. તેમજ જન્મ આપનાર માં બાપ અને તેમના પરિવારના લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. તમામ જન્મેલા 31 બાળકો સ્વસ્થ છે અને તેને માટે હોસ્ટિપલની ટીમે ખૂબ મહેનત કરી છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 છે અને દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર 5000 છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈપણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે.

સુરતમાં સ્થાપિત થયો નવો રેકોર્ડ 
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં 31 ડીલીવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જે બદલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટીક, ગાયનેક વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલના પીડીયાટ્રીશીયન તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *