વલસાડ(Valsad): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જતો જણાઈ રહ્યો છે. ત્યારે વધુ એક વિચિત્ર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. આ વિચિત્ર અકસ્માત વલસાડ જિલ્લાના પારડી(Pardi) નજીક નેશનલ હાઇવે(National Highway) પર સર્જાયો હતો. જેમાં એક સાથે 9 કારો એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોને ઈજા થઈ હતી. જોકે કોઇ જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરતથી વાપી તરફ આવી રહેલી એક કાર અને ટેમ્પો એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બે વાહનો અથડાયા બાદ પાછળથી હાઈવે પર પુરઝડપે આવતી અન્ય 8 કારો પણ એકબીજા સાથે આગળ પાછળ અથડાઈ હતી. આમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક સાથે 9 કારોનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે થોડા સમય સુધી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું.
જાણવા મળ્યું છે કે, આ બનાવમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ, સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પારડી પોલીસ પહોચતા જ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હાઇવે પરથી હટાવી અને ટ્રાફીકને પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. આ રીતે એક સાથે 9 કારોનો અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.