દિલ્હી:દિલ્હી ભાજપના નવનિયુક્ત વડા આદેશ કુમાર ગુપ્તા અને પાર્ટીના અન્ય નેતાઓ દિલ્હીની કેજરીવાલ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. આ તમામને પોલીસે અટકાયતમાં લીધા હતા અને અન્ય સ્થળે ખસેડ્યા હતા. ભાજપના નેતોં એ વાતનો વિરોધ કરી રહ્યા છે કે રાષ્ટ્રીય પાટનગરમાં હોસ્પિટલો ફક્ત દિલ્હીના લોકો માટે જ ઉપલબ્ધ હશે તેવી જાહેરાત કેજરીવાલ સરકારે કરી હતી.
આજે શરૂઆતમાં, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની સરકારી હોસ્પિટલો ફક્ત દિલ્હીના રહેવાસીઓ માટે જ ઉપલબ્ધ રહેશે જ્યારે કેન્દ્ર સંચાલિત સરકારી હોસ્પિટલો બધા માટે ખુલ્લી રહેશે. એક ઓનલાઇન પ્રેસ બ્રીફિંગને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “90 ટકાથી વધુ લોકો ઇચ્છે છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલો કોરોનાવાયરસ રોગચાળામાં માત્ર રાજધાનીના દર્દીઓની સારવાર કરે.”
દિલ્હીની સરકારી હોસ્પિટલો ફક્ત રાજધાનીના દર્દીઓની સારવાર કરશે અને કેન્દ્ર સંચાલિત હોસ્પિટલો દિલ્હી બહારના દર્દીઓ માટે પણ ખુલી રહેશે. કેજરીવાલે ઉમેર્યું હતું કે, જો અન્ય શહેરોના લોકો ઓપરેશન માટે દિલ્હી આવે છે, તો તેમની ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકારી હોસ્પિટલો ફક્ત રાષ્ટ્રીય પાટનગરના રહેવાસીઓ માટે ઉપલબ્ધ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સંચાલિત હોસ્પિટલો તમામ ખાનગી હોસ્પિટલો માટે ખુલ્લી રહેશે. સિવાય કે ન્યુરો સર્જરી જેવી વિશેષ સર્જરીઓ દિલ્હીના રહેવાસીઓ માટે પણ આરક્ષિત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news