મહિલાઓ સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનામાં સતત વ્દ્ધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાસણીમાં છેડતીના આરોપમાં ભાજપના પૂર્વ ધારાસભ્યને લોકોએ જાહેરમાં જ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો.
આટલું જ નહીં પણ કાન પકડીને માફી પણ મંગાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈંટર કોલેજના ચેરમેન તથા ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા શંકર પાઠક પર એક વિદ્યાર્થીનીએ અશ્લિલ હરકત કરવાનો આક્ષેપ મુક્યો હતો. હાલમાં પોલીસ વાઈરલ વીડિયોની તપાસની વાત કરી રહી છે. પરિવારજનો દ્વારા પોલીસને કોઈ જાણ કરવામાં આવી નથી.
સીનિયર IPS અધિકારીએ કરી તપાસની માંગ:
ચૌબેપુર ભગતુઆના રહેવાસી માયાશંકર પાઠક કોલેજના ચેરમેન છે. છેડતીનો આક્ષેપ લગાવનાર વિદ્યાર્થીની પણ તેમની કોલેજમાં અભ્યાસ કરી રહી છે. છેડતી કર્યાના આરોપસર પરિવાજનો દ્વારા માયા શંકરને માર મારવામાં આવ્યો હતો. પરિવારજનોનો આરોપ રહેલો છે કે, ઘણીવાર તે દીકરીની સાથે ગંદી વાતો કરતો હતો.
છેવટે કંટાળીને જ્યારે વિદ્યાર્થીનીએ ઘરે સમગ્ર વાત જણાવી તો શનિવારે પરિવારજનો કોલેજમાં પહોંચી ગયા હતાં. માયાશંકરે જ્યારે ભૂલ સ્વીકારી તો તેને માર મારવામાં આવ્યો હતો. CO પિંડરા અભિષેક કુમાર પાંડે જણાવે છે કે, સોશિયલ મીડિયામાં પર વીડિયો ખુબ વાઈરલ થયો છે. જેની તપાસ ચાલી રહી છે.
Ex-Bjp UP MLA Maya Shankar pathak getting beaten up by family members of a girl after she complain about being getting molested by him pic.twitter.com/GuyfhgriHp
— Swapan kumar Roy (@Swapanexdefence) January 10, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle