ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot) પૂર્વ બેઠક કોંગ્રેસ(Congress)ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajguru)ની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જાહેર સભામા વિવાદીત નિવેદનને લઈ ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપ(BJP) દ્વારા ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ભાજપના ઈલેકશન લિગલ સેલ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે અને આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક સભામાં આપવામાં આવેલ ભાષણના કારણે વિવાદ સર્જાયો છે. જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો છે કે, સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો સાથે આ સભામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. ઉમેરતા કહ્યું હતું કે, હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે અને કહ્યું હતું કે, અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે, હિંદુ સમાજ માટે આ આઘાતજનક વાત કહી શકાય. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું પણ છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું હતું કે, માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.
ઇન્દ્રનીલના આ નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે. રાજકોટમાં વિવાદસ્પદ ભાષણ પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ભાષણનો એક કટકો જ ભાજપ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આપણે લોહી ચડાવીએ તો ક્યારેય પૂછતાં નથી કે આ લોહીના કોનું છે. હું ધારાસભ્ય થયો એ પહેલા જંગલેશ્વરમાં તોફાનો થતા. હું એકતામાં માનું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.