રાજ્યમાં સરકારી ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધોરણ 1 થી ધોરણ 8 અને ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં ભાજપ સરકાર કયાંકને ક્યાંક નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ધોરણ 1 થી ધોરણ 8 અને ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને ભણવા માટેના પાઠ્ય પુસ્તકો સરકારી ગ્રાન્ટેડ વિનામૂલ્યે આપવાની યોજના અંતર્ગત પણ હજુ સુધી બાળકોને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પ્રહાર કરતા કહ્યું છે કે, પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે કાગળ મંગાવવામાં આવે છે તેમાં પણ મોટી ગેરરીતિ આચરવામાં આવી રહી છે. સાથે તેમણે કહ્યું છે કે, પાઠ્ય પુસ્તક મંડળનો માત્ર કાગળ ખરીદી અને પ્રિન્ટીંગના ઓર્ડર ટ્રાન્સપોર્ટ કોટ્રાક્ટર માં જ વધુ પડતો રસ દાખવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સાથે જણાવતા કહ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં પાઠ્યપુસ્તકો બારોબાર સગેવગે કરવાના, પસ્તીમાં વેચી દેવાના અને ચારથી છ મહિના સુધી પુસ્તકો બાળકો સુધી પહોચાડવામાં ભારતીય જનતા પાર્ટી સદંતર પણે નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારની ભ્રષ્ટ નીતિને કારણે ગુજરાતના વિધાર્થીઓ અને વાલીઓને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. વિધાર્થીઓને પાઠ્યપુસ્તકો સમયસર ન મળવાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર નુકસાન થશે સાથે સાથે તેમના વાલીઓને પણ ખુબ જ નુકસાન થશે. પાઠ્યપુસ્તકો વિનાના વિદ્યાર્થીઓ, શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનુ ગામ, શું આ રીતે ભણશે ગુજરાત? શું આ રીતે આગળ વધશે ગુજરાત? શું આ વિકાસ છે ભાજપનો?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.