ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પણ હાથમાં દારૂની બોટલ સાથે ઝડપાયા હતા. ત્યારે હવે ભરૂચમાં ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારમાં પ્રધાન પદે રહી ગયેલા ખુમાનસિંહ વાંસિયાએ સરકાર સામે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે દારૂના કારણે લોકોના મોત થાય છે. અને આ કારણોસર લોકોને સારી ગુણવત્તાનો દારૂ મળે તે માટે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. દારૂની બનાવટમાં જૂની બેટરી, યુરિયા અને નાના બાળકોનું મૂત્ર વપરાય છે. તેમ પણ ખુમાનસિંહે જણાવ્યું હતું.
માનવામાં આવે છે કે ઘણા લાંબા સમયથી ગુજરાતમાં દારૂબંધી મુદ્દે સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. પહેલા પણ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા દારૂના ટ્રકો પકડાયા હતા અને પકડાય છે. ત્યારે દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. આ વચ્ચે ભાજપના આગેવાન દ્રારા આપવામાં આવેલું નિવેદન ચર્ચાસ્પદ અને હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યું છે. કારણ કે એક તરફ ગુજરાત સરકાર સદંતર દારૂબંધી હોવાની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દારૂબંધીના નામે ચીથરા ઉડાવી રહ્યાં છે.
શું ગુજરાતમાં દારૂબંધી છે ? શું ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડકાઈથી અમલ થાય છે? અને જો થાય છે કે દારૂ પીવાય છે કેમ અથવા તો ગુજરાતમાં આવે છે ક્યાંથી? કે પછી ગાંધીના ગુજરાતમાં એવો દારૂ બને છે જે યુવાધનને બરબાદ રહ્યો છે.
પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ફરી એક વખત દારૂ બંધી હટાવવાની માગ કરી છે. રાજ્યની રેવન્યુ વધે એટલા માટે નહીં પરંતુ યુવા વયે બહેનોને વિધવા બનતી અટકાવવા માટે છે.
ભાજપના પૂર્વ મંત્રીની દારૂબંધી હટાવવાની હાંકલ તો સાંભળી લીધી. ખુદ ભાજપના જ પૂર્વ મંત્રી ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની વાત કરી રહ્યાં છે. 31 ડિસેમ્બર નજીક છે દારૂની રેલમછેલ બોલશે અને જે ભાજપના પૂર્વ મંત્રી બોલી રહ્યાં છે ગુજરાતમાંથી દારૂબંધી હવાટો. 29 ડિસેમ્બરે ભરૂચમાં ભરૂચ અને નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ મહિલા સંમેલન યોજશે અને વિધવા સહાયની મુહિમમાં 80 ટકા મહિલાઓના પતિના હલકી ગુણવત્તાના દારૂના કારણે મોત થયાનો ખુમાનસિંહે આક્ષેપ લગાવ્યો છે.
દારૂબંધી હોવા છતા ગુજરાતમાં દારૂ વેંચાય છે. પીવાય છે એ વાત નગ્ન વાસ્તવિકતા છે. પરંતુ જે ગુણવત્તાનો દારૂ ગુજરાતમાં વેંચાય છે તે ગંભીર બાબત છે કેમ કે વિધાનસભાની ચર્ચા દરમિયાન વર્ષમાં કેટલો દારૂ પકડાયો તેનો આંકડો તો મળી જાય છે. કેટલો પીવાયો ? કેટલો હલકી ગુણવત્તા વાળો દારૂ મળે છે અને બને છે ? તેના કારણે કેટલા લોકોના મોત થાય છે ? તે આંકડાઓ પણ ગંભીર છે ? ભાજપના પૂર્વ મંત્રીની દારૂબંધી હટાવવાની નસીહત અને માગ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના છોતરા ઉડાડવા માટે કાફી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.