સમગ્ર દેશમાં ઠંડીનો માહોલ: અહિયાનું તાપમાન તો માઇનસ 30.2 ડિગ્રીએ થીજી ગયું

છેલ્લા ૨ દિવસથી સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી…

છેલ્લા ૨ દિવસથી સમગ્ર દેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડી હજુ પણ વધશે. દિલ્હીમાં આજે લઘુતમ 5.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જે સામાન્ય કરતા 7 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. 1997 પછી દિલ્હીમાં પેહલી વાર ઠંડીની લહેર આટલા લાંબા સમય સુધી ચાલશે કારણકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશની રાજધાનીમાં હજુ પણ તાપમાન ઘટી શકે છે.  દિલ્હીના અનેક વિસ્તારોમાં 14 ડિસેમ્બરથી સળંગ 13 દિવસ ઠંડા દિવસો જોવા મળ્યો છે જે 1997 પછી ના સૌથી વધુ ઠંડા દિવસો છે. 1997માં સળંગ 17 ઠંડા દિવસો જોવા મળ્યા હતાં.

ભારતીય હવામાન વિભાગના રિજિયોનલ ફોરકાસ્ટિંગ સેન્ટરના વરિષ્ટ અધિકારી કુલદીપ શ્રી વાસ્તવના જણાવ્યા મુજબ જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪.૫ ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય તો તે ઠંડો દિવસ ગણવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે દિલ્હીમાં છેલ્લા ૧૩ દિવસથી મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રીથી ઓછું નોંધવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કારગીલના દ્રાસ સેક્ટરમાં આજે માઇનસ 30.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જેના કારણે દ્રાસ વિભાગ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સૌથી ઠંડો પ્રદેશ હતો. દ્રાસમાં આજે લઘુતમ તાપમાન માઇનસ 30.2 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન માઇનસ 13 ડિગ્રી સેલ્સિયસ નોધાયું હતું.

હરિયાણામાં નરનોલ 2.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનો સૌથી ઠંડો પ્રદેશ હતો. પંજાબમાં ભટિન્ડા 4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડો પ્રદેશ રહ્યો હતો.સમગ્ર દેશમાં ઠંડીના માહોલ વચ્ચે રાજસ્થાનમાં પણ સતત ઠંડી વધી રહી છે. સિકર જિલ્લાના ફતેહપુરમાં આજે માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. માઉન્ટ આબુમાં આજે 1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *