ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે,તમે ઇવીએમમાં જે પણ બટન દબાવશો તે મત ભાજપને જ મળશે. ભાજપના આ નેતાના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું હતું કે,ભાજપના આ નેતા સૌથી પ્રામાણીક છે તેથી સાચુ બોલી ગયા.
આ પહેલા ભાજપના ધારાસભ્ય બક્શિસસિંહનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેને રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે,તમે ઇવીએમમાં કોઇ પણ બટન દબાવશો મત ભાજપને જ મળશે.
રાહુલ ગાંધીએ માર્યો ટોણો :
આ વીડિયો વાઇરલ થતા બાદમા રાહુલ ગાંધીએ પણ ટોણો મારતા કહ્યું હતું કે,ભાજપના આ સૌથી પ્રામાણીક નેતા છે. જોકે બીજી તરફ વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે ભાજપના આ ધારાસભ્યને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને આ નિવેદન અંગે સ્પષ્ટતા માગી હતી.
નેતાએ મારી પલટી:
સમગ્ર મામલે વિવાદ થતા બાદમાં ભાજપના આ નેતાએ કહ્યું હતું કે,આ મારો વીડિયો નથી પણ બનાવટી વીડિયો છે અને તેને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યો છે, મે આવું કોઇ નિવેદન કર્યું જ નહોતું. મે ઇવીએમ અંગે કોઇ જ નિવેજન નથી કર્યું. જોકે તે પહેલા આ નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો અને તેણે ભારે ચર્ચા જગાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.