સુરત : વેડરોડ પર છળકપટથી મેળવેલા 27 લાખના સોના સાથે બે આરોપી ઝડપાયા

ચોક બજાર પોલીસે રૂ. 27.05 લાખના સોના સાથે ભરૂચના જંબુસરના બે યુવાનોને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી લીધા હતા. બંને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના જથ્થાને અમદાવાદ એરપોર્ટથી લઇ સુરત કોઈકને આપવા જતા હતા ત્યારે જ ઝડપાઈ ગયા હતા.

દુબઈથી સોનાનો પાવડર લાવેલા

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોક બજાર પોલીસે ગત બપોરે વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ઉપર જતા ભરૂચના જંબુસરના ભડકોરા ગામના વતની અને હાલ સુરતમાં રાંદેર અને અડાજણ વિસ્તારમાં રહેતા સલમાન ઈબ્રાહીમ પટેલ ( ઉ.વ.33) અને સોયેબ ઝકરીયા પટેલ ( ઉ.વ.31) ને રૂ.27,05,750ની કિંમતના સોનાના 687 ગ્રામ જથ્થા સાથે ઝડપી લીધા હતા.બંને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના જથ્થાને અમદાવાદ એરપોર્ટથી લઇ સુરત કોઈકને આપવા જતા હતા ત્યારે જ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી સોનું, મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.27,52,250નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *