ગુજરાતમાં મહેસાણાના ઉંઝામાં સૌથી મોટા રાશન કાર્ડ કૌભાંડનો અગાઉ પર્દાફાસ કરનાર મહેસાણા એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર એવા ભાવેશ રાઠોડના આગેવાની હેઠળ તેમની ટીમે વિજાપુરમાં આવેલ મણીપુરા ગામમાં આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પર ચાલી રહેલા ક્રિકેટ સટ્ટા પર રેડ પાડતાં ભાજપનો એક નેતા સટ્ટો રમાડતા પોલીસ દ્વારા રંગે હાથ ઝડપવામાં આવ્યો હતો. જેને લીધે આ મુદ્દો સમગ્ર વિસ્તરામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં ચાલી રહેલા આઈપીએલ(ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસના વડા પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા એલસીબીના પીઆઇ એવા ભાવેશ રાઠોડને આપેલી સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા વિજાપુરના મણીપુરા ગામમાં રેડ કરતા રવિન્દ્ર પટેલ ઉર્ફે ગાંધી નામનો યુવક રામજી મંદિરની સામે આવેલા પોતાના ઘરમાં આઈપીએલ(ઇન્ડિયન પ્રીમિયર લીગ) મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો હતો.
જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિજાપુરના મણીપુરા ગામનો યુવાન ક્રિકેટનો સટ્ટો ચલાવવા માટે ઓનલાઈન સોફ્ટવેર આપનાર વિશાલ પ્રહલાદભાઈ પટેલ નું પણ નામ બહાર આવતા બંને વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામા આવી હતી.જે જગ્યા પર સટ્ટો રમાતો હતો તે સ્થળ પરથી એક મોટી ટીવી, સેમસંગ કંપનીનું ટેબલેટ, 7 જેટલા મોબાઈલ મળી કુલ એક લાખ જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.
જોકે પોલીસ દ્વારા ઝડપવામાં આવેલ યુવાન ભાજપનો નેતા હોવાને કારણે તેને છોડાવવા માટે મોડી રાત સુધી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખુબ ધમપછાડા કર્યા હતા. જેને કારણે સમગ્ર ઘટના મહેસાણા જિલ્લામાં એક ચર્ચાનો વિષય બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.