હાલમાં જ મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ મીનાક્ષી લેખીએ દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી કર્યા હતા. મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ખેડૂત નથી. લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીએ થયેલી હિંસા અંગે ઉલ્લેખ કરતા નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીએ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, આ વિરોધીઓનો રાજકીય એજન્ડા છે.
નવી દિલ્હી બેઠકના સાંસદ મીનાક્ષી લેખીના આ વિવાદીત નીવેદનને કારણે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે અને ઘણા યુઝર્સએ મીનાક્ષી લેખીને રાજીનામુ આપે તેવી માંગ ઉઠાવી છે. જયારે બીજી બાજુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને મવાલી કહેવા પર કહ્યું છે કે આવી વાત ખેડૂતો માટે ન બોલવી જોઈએ.
ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ખેડૂત આંદોલનમાં સામેલ ખેડૂતોને લઈને 26 જાન્યુઆરીની ઘટનાને યાદ કરીને તેમણે ખેડૂતોને મવાલી કહ્યા હતા. પરંતુ તેમના આ વિવાદિત નિવેદનને કારણે મોટો વિવાદ સર્જાયો હતો. ત્યારે તેમણે આ વિવાદિત નિવેદન અંગે કહ્યું છે કે, જો કોઈ ખેડૂત વ્યક્તિને દુઃખ પહોચ્યું હોય કે તેમની લાગણી દુભાણી હોય તો હું મારા શબ્દો પરત લઇ રહી છું અને માફી માંગી રહી છું.
ભાજપના નેતા મીનાક્ષી લેખીએ કહ્યું છે કે, તેમને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમનો ખોટો અર્થ નીકળવામાં આવેલ છે. મીનાક્ષી લેખીએ તેમના ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું છે કે, મે મારા શબ્દોને અલગ રીતે રજુ કરવામાં આવ્યા છે, જો કોઈ વ્યક્તિને આ નિવેદનથી લાગણી દુભાણી હોય તો હું મારા શબ્દોને પાછા લઇ રહી છું.
ખેડૂત આંદોલનના વિરોધ પ્રદર્શન અંગે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો સાથે ફરી એક વાતચિત કરીને સમાધાન કરવાની તૈયારીઓ દર્શાવી છે. સાથે તેમને કહ્યું છે કે, સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જયારે બીજી તરફ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો પર પ્રહાર કરતા કહ્યું છે કે, જે લોકો આંદોલન કરી રહ્યા છે તે મવાલી છે અને ખેડૂતો ફક્ત દલાલોની મદદ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.