ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી ભૂલ્યા ભાન: 200 થી વધુ લોકોને ભેગા કર્યા અને એ પણ માસ્ક વગરના

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.

ત્યારે સરકાર દ્વારા કોરોના મહામારીને અટકાવવા માટે જાહેર જનતાને અને તમામ લોકોને કોરોનાથી બચવા માટે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની સુચના આપી છે. સાથે કહ્યું છે કે, કોરોના સામેની જંગ જીતવા માટે આપણે સૌ લોકોએ માસ્ક અવશ્ય પહેરવું અને વારંવાર હાથને સાબુ વડે ધોવા અને સામાજિક અંતરનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.

પરંતુ હાલમાં જ બનાસ ડેરીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલ,પાલનપુર ખાતે કર્મયોગી કોરોના વોરિયર્સ એવા પેરા મેડિકલ સ્ટાફ, નર્સ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, ક્લાસ-૪ ના કર્મચારી, ડેરીના કર્મચારી અને ઓફિસ સ્ટાફને સન્માનિત કરવા માટે એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

જેમાં કોરોના વોરિયર્સ એવા પેરા મેડિકલ સ્ટાફ, નર્સ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, ક્લાસ-૪ ના કર્મચારી, ડેરીના કર્મચારી અને ઓફિસ સ્ટાફને કોરોના મહામારીમાં ઘર, પરિવારની ચીંતા કર્યા વગર જીવનાં જોખમે ખુબજ ખંત, નિષ્ઠા અને હિંમતથી લોકોની સેવા કરવા અને સંપૂર્ણ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર અને ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માન સમારોહ યોજવામાં આવ્યો એ તો ઠીક પણ તેમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનો ભંગ થયો હતો. જેમાં ઘણા એવા પણ વ્યક્તિ હતા જેમને આ સન્માન સમારોહ દરમિયાન માસ્ક પણ પહેર્યું નહોતું સાથે આ સન્માન સમારોહમાં સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. આ સન્માન સમારોહમાં આશરે 231 લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *