હાલમાં સુરતમાંથી એક માત્ર મંત્રીમંડળમાં સ્થાન પામેલા કુમાર કાનાણી સતત મીડિયામાં કોઈને કોઈ વિવાદમાં દેખાઈ રહ્યા છે. સુરતમાં આરોગ્યની ખાડે ગયેલી સ્વાસ્થ્ય વ્યવવસ્થા હોય કે રાજ્યની વ્યવસ્થા હોય તમામ મુદ્દે કાનાણી પર માછલા ધોવાય રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ આવ્યો છે જેમાં તેમના પુત્રની એક મહિલા પુલીસ સાથે ની કથિત બબાલ ના ઓડિયો વાઈરલ થયા છે.
આ ઓડિયો વાળી ઘટના ચાર દિવસ અગાઉની હોવાનું મનાય છે. આ બાબતે કુમાર કાનાણી ના નજીકના એક નજીકના સમર્થકે સામેથી અમારો સંપર્ક કરીને આ વાત જણાવી છે અને એવા આક્ષેપો કર્યા છે જે કદાચ સુરત ભાજપ અને ગુજરાત ભાજપમાં ચાલતો વિખવાદ અને સત્તા મેળવવાની લાલસા દેખાડી જાય છે.
આ સમર્થકે દાવો કર્યો છે કે સુરતના બિન પાટીદાર ધારાસભ્યો ની એક ટોળકીએ કુમાર કાનાણી નું નામ આવનારા મંત્રી મંડળમાંથી કપાવવા માટે તેમની નાની નાની ભોઉલોને બિલોરી કાચ માં બતાવીને મોટી કરવાનું કામ આદર્યું છે. આ ઓડિયો વાળી ઘટના ચાર દિવસ જૂની છે પણ જાણી જોઇને તેને પાછળથી જાહેર કરાઈ છે.
સમર્થક વધુમાં કહે છે કે, કુમાર કાનાણી સત્તા વગર પણ લોકોના કામ કરતા હતા અને સત્તા મેળળવા માંગતા ભાજપના જ ધારાસભ્યો હવે તેમના નામને નીચું કરવા માટે મથી રહ્યા છે.
આ સમર્થક આ ધારાસભ્યનું નામ આપ્યા વગર કહે છે કે, આરોગ્ય મંત્રી ન હોવા છતાં સીટી વિસ્તારના યુવા ધારાસભ્ય સિવિલ સ્મીમેરમાં જઈને આરોગ્યમંત્રીની જવાબદારી દેખાડતા હતા. જે હવે કોરોના આવ્યો ત્યારે ત્યાં ડોકાયા પણ નથી. અને પોતાના વિસ્તારમાં સિક્કા પાડે છે. એ મંત્રી મંડળ માં સ્થાન લેવા મથી રહ્યા છે.
પોસ્ટર વિવાદ બાદ આમ આદમી પાર્ટીના નેતા પર હુમલામાં પણ કુમાર નું નામ ઉછળ્યું હતું. ત્યાં આ વિવાદ પૂર્ણ ન થાય ત્યાં બીજો ઓડિયો કલીપ નો વિવાદ સામે આવતા હવે કુમાર કાનાણી પણ બેકફૂટ પર છે. આવનારા સમયમાં હવે જોવું રહ્યું કે કુમાર કાનાણી નું સ્થાન મંત્રી મંડળમાં રહે છે કે પછી તેમને પાડવાની કોશિશ કરી રહેલા તેમના જ પક્ષના નેતાના મનસુબા ફળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news