દેશ આખામાં લોકડાઉન લાગુ છે. લોકો ઘરમાં બંધ છે. ઘરની બહાર નીકળવા પર પોલીસ સામાન્ય જનતા પર કાર્યવાહી કરી રહી છે. પરંતુ નેતાઓને લોકડાઉનનો કોઈ ફર્ક નથી પડતો. કર્ણાટકના ટૂમકૂર જિલ્લાના તુરૂવેકેરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમ જયરામે લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ભાજપ નેતાના જન્મદિનની પાર્ટીમાં 100થી વધુ કાર્યકર્તાઓ સામેલ થયા હતા.આ પાર્ટી 10 એપ્રિલે ઉજવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના ફેલાતો રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસોનું લોકડાઉન આપવામાં આવ્યું છે. આજે 11 એપ્રિલે લૉકડાઉનનો 18મો દિવસ છે અને આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતા પાર્ટીમાં બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય એમ જયરામે પાર્ટીમાં સામેલ લોકોની વચ્ચે માત્ર કેક જ નહતી કાપી, પરંતુ તેમણે લોકોને બિરયાની પણ ખવડાવી હતી. આ પાર્ટીના ફોટો સામે આવ્યા છે. જેમાં ધારાસભ્યએ ખુદ પોતાના હાથમાં ગ્લવ્સ પહેરેલા જોઈ શકાય છે. આ પાર્ટીમાં આવેલા લોકો એકબીજાની એકદમ નજીક ઉભેલા જોઈ શકાય છે. બેંગલુરૂથી 90 કિલોમીટર દૂર ગુબ્બી શહેરમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, કર્ણાટકમાં કોરોના વાઈરસના 10 નવા કેસો સામે આવવા સાથે જ રાજ્યમાં આ મહામારીથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 200ની પાર પહોંચી ચૂકી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 10 એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધીમાં કર્ણાટકમાં કોરોના પોઝિટિવના કુલ 207 કેસો નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news