ભેળસેળ કરતી કંપની પર રેઇડ કરવા ગયેલા અધિકારીઓને ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ભગાડ્યા, સેમ્પલ પણ નાશ કરાવ્યા

અખાદ્ય ચણાના વેપારીની દુકાન પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ રેડ પાડવા આવ્યા હતા. પરંતુ ડીસા (Disa) ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા (MLA Shashikant Pandya) એ તેઓને અટકાવ્યા અને તેઓને ત્યાંથી ભગાડી મૂક્યા. આ આક્ષેપ મુક્યો છે કોંગ્રેસ નેતા અને પ્રવક્તા મનહર પટેલ (Manhar Patel) એ. આ ઉપરાંત મનહર પટેલે માંગ કરી છે કે, સરકારી અધિકારીઓને ફરજના સ્થળથી ભગાડી મૂકવાના ગુનામાં તેમજ સત્તા અને પદનો ગેરઉપયોગ કરવા બદલ માનનીય ધારાસભ્ય ને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જોઈએ.

આ બાબતે ત્રિશુલ ન્યુઝના સ્થાનિક પત્રકાર હિતેશ સોણગરા દ્વારા ધારાસભ્યનો સંપર્ક કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ તેઓએ ફોન રીસીવ કર્યો નહોતો. સાથે સાથે સ્થાનિક પોલીસ દ્વારા પણ મૌન સેવવામાં આવી રહ્યું છે, જે સ્પષ્ટ સંકેત કરે છે કે કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાચા માનીને ધારાસભ્ય કે સ્થાનિક તંત્ર જવાબ આપી રહ્યું નથી.

મળતી માહિતી અનુસાર, ગઇ કાલે ૧ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ડીસાના સદગુરુ ટ્રેડીંગ કંપની ચણા ઉપર નોન એડેબલ કલરથી કોટીંગ કરવાની બાતમીના આધારે ૪ ફુડ સેફટી ઓફિસર અને અન્ય એન્જીન્યિર સાથે તેનુ સેમ્પલ લઇને જથ્થો સાલ કરવા પહોચી ગયા હતા.

રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ મે. સદગુરુ ટ્રેડિંગ કુ. ડીસા ખાતે પાલનપુર ટીમ દ્વારા તપાસ કરતા ચણાને Non edible કલરથી કોટિંગ કરતા હતા. ત્યારબાદ છ નમૂના લીધા હતા. તે દરેક નમુના લઇ આ જથ્થો જપ્ત કરવાનો હતો પરંતુ, નમૂના સીલ કર્યા બાદ ઘટના સ્થળ પર ખુદ ધારાસભ્ય શ્રી શશીકાંત પંડ્યા આવી પહોંચ્યા અને ફૂડ સેફટી ઓફિસરને ધમકાવવા લાગ્યા હતા.

આટલું જ નહિ, લેવામાં આવેલા સેમ્પલ પણ ફાડી નાખે છે. ત્યારબાદ તેઓએ લીધેલા સેમ્પલને પણ નાશ કરવાનું કહે છે. અને અધિકારીઓને ધમકી આપી હતી કે, ‘જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી હું અહીંયાંથી કોઈપણ બહાર નહી જઈ શકે.’

ધારાસભ્યની ધમકીઓથી ત્યાં રહેલા અધિકારીઓ ડરી ગયા અને તેઓએ ટેલિફોનિક ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તે બધા અધિકારીઓ ખાલી હાથે પરત ફર્યા હતા. કેમ કે, ધારાસભ્યએ તેઓને કોઈ પણ સેમ્પલ લેવા જ ન દીધા હતા. સત્તા પર રહેલા પક્ષના ધારાસભ્ય ખુલ્લેઆમ રાજ્ય સરકારના પાંચ અધિકારીઓને પોતાની ફરજ બજાવવામાં રુકાવટો લાવે છે અને ચણામાં નોન એડીબલ કલરનું કોટિંગ કરીને જનતાના જીવ સાથે ખિલવાડ કરે છે અને તેઓ પોતાના સત્તાના પાવારનો દુરઉપયોગ કરે છે, જે રાજ્ય સરકાર માટે એક કલંક છે.

આગળ મનહર પટેલ જણાવે છે કે, ‘ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિનંતી છે કે, આ સ્થળ પરથી અધિકારીઓને ભગાડવા વાળા ધારાસભ્યને પદેથી તાત્કાલિક દૂર કરવામાં આવે.’ ઉપરાંત તેઓ વધુમાં કહે છે કે, ‘માનનીય આરોગ્ય મંત્રીને પણ મારો આગ્રહ છે કે, ફરી સ્થળ ઉપર અખાદ્ય જણાનો આશરે ૫૦૦ કિલો જથ્થો સીલ કરી સેમ્પલ લઈને સરકારી રાહે ઉચિત કાર્યવાહી કરવામાં આવે. અને અનેક અખાદ્ય પદાર્થ તો જનતાના મોઢા સુધી ન પહોંચે તેના માટે તંત્રને વધુ તાકાત આપવામાં આવે અને કોઈપણ જનપ્રતિનિધિ સરકારી કાર્યોમાં રુકાવટ ઉભી ન કરે તેની તકેદારી રાખવામાં આવે તેવી હું માંગ કરું છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *