ભાજપ ધારાસભ્યની દીકરી પરીક્ષા આપવા પહોચીં તો ખરા પણ પરીક્ષા આપી ન શકી- કારણ માત્ર એટલું હતું કે…

ગુજરાત(Gujarat): હાલમાં જ એક ભાજપ ધારાસભ્ય(BJP MLA)ની દીકરી પરીક્ષા આપી શકી ન હતી. જો વાત કરવામાં આવે તો વડોદરા(Vadodara)ની એમ.એસ.યુનિવર્સિટી(MS University)માં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહેલી ભાજપ ધારાસભ્યની પુત્રી જ વિષય બદલાતા તેનો બેઠક વ્યવસ્થામાં નંબર ન હોવાને કારણે તે પરીક્ષા આપી શકી ન હતી. પરંતુ હવે તેને એડિશનલ પરીક્ષા આપવી પડશે.

મહત્વનું છે કે, વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી પરીક્ષાઓમાં વારંવાર છબરડાઓને લઇને એનક વિવાદમાં રહે છે. ત્યારે હવે પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની પુત્રી આર્ચી ઝાલા આજે પરીક્ષા આપી શકી ન હતી. આર્ચીએ જણાવ્યા કહ્યું હતું કે, હું ફસ્ટ યર BA વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહું છું. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, આજે હું ફાઉન્ડેશન ઇંગ્લિશની એક્ઝામ આપવા માટે આવી હતી. મારો સીટ નંબર જનરેટ થયો છે પરંતુ લિસ્ટમાં નામ એડ થયું નથી. જેને કારણે હું પરીક્ષા આપી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, કોલેજમાં આવી મેં ઇંગ્લિશ ફાઇન્ડેશનના મધુ મેડમ સાથે વાત કરવામાં આવી તો તેઓ ઉલટાના મારા પર ખિજાઇ ગયા હતા અને કહેવા લાગ્યા કે લિસ્ટનું અરેન્જમેન્ટ જાહેર જ ન્હોતું કરવાનું. મારા દ્વારા લિસ્ટ જાહેર કરીને જ ભૂલ કરવામાં આવી છે. હવે મારે એડિશનલ એક્ઝામ આપવી પડશે. આવી જ સ્થિતિ અન્ય 10થી 15 વિદ્યાર્થીઓને પણ થઇ છે.

આ અંગે આર્ટ્સ ફેકલ્ટીના ડીન આધ્યા સક્સેના સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવતા કહ્યું હતું કે, આ અંગે મારી પાસે કોઇ ફરિયાદ આવી નથી. મારા ધ્યાને આ વાત આવશે તો તે અંગે ઘટતું કરવામાં આવશે.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ વિશે જણાવતા કહ્યું હતું કે, મારી પુત્રી આર્ચી આજે પરીક્ષા આપવા આવી હતી. પરંતુ તે પરીક્ષા આપી શકી ન હતી. પહેલા આર્ચીએ ફ્રેન્ચ ભાષા પસંદ કરી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા આ ભાષાના વધુ વિદ્યાર્થીઓ ન મળવાને કારણે તેને વિષય બદલવા માટે કહેવામાં અવાયું હતું. જેથી આર્ચી દ્વારા ઇંગ્લિશ ફાઉન્ડેશન વિષય પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે યુનિવર્સિટીની જવાબદારી બનતી હતી કે તેણે આર્ચીને ઇંગ્લિશ ફાઉન્ડેશનના વિષયની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. પરંતુ યુનિવર્સિટી દ્વારા આવી કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. જેને કારણે આર્ચીને એડિશનલ પરીક્ષા આપવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *