ભાજપના આ સાંસદ સુષ્મા સ્વરાજના મૃત્યુના 2 દિવસ બાદ તેમનું નામ પણ ભૂલી ગયા- વાંચો અહી

Published on: 1:00 pm, Mon, 12 August 19

ભાજપે 2019 લોકસભા ચૂંટણીમાં ફિલ્મ અને ખેલ જગતનાં અનેક મોટા-મોટા તારલાઓના સ્વરૂપમાં ભારતને ફેક સાંસદો આપ્યા છે. આવા મોટા સ્ટાર નો ઉપયોગ ફક્ત વોટ બેન્ક માટે થયો છે. આવી જ ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરમાં બની.

વાત કંઈક એમ છે કે કાનપુર થી બીજેપી સાંસદ સત્યદેવ પચૌરી પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ નું નામ ભૂલી ગયા. કાર્યકરો ને સંબોધતા પચૌરી એ કહ્યું કે ” શું નામ છે એમનું જેમનું હમણાં મૃત્યુ થઇ ગયું છે?” આ સાંભળતાજ સતેજ પર એમની પાછળ બેઠેલા કાર્ય કરતો ચૌકી ગયા અને સત્યદેવ જી નું મૌઢું જ જોતા રહ્યા. થોડી વાર સુધી એમને નામ યાદ નાં આવતા તે નીચે જોતા રહ્યા જયારે પાછળ થી કોઈ કાર્યકર્તા એ એમને જણાવ્યું કે જેમનું હમણાં મૃત્યુ થયું એમનું નામ સુષ્મા સ્વરાજ હતું અને ત્યારે સાંસદ જી માઈક માં નામ બોલી શક્યા.

આર્ટીકલ ૩૭૦ હટાવ્યા પછી કાનપુર સાંસદ સત્યદેવ પચૌરી પહેલી વખત કાનપુર આવ્યા હતા. તેમના આગમન ની ખુશી માં બીજેપી કાર્યકર્તાઓ એ આતિશબાજી અને મીઠાઈ વિતરણ કરેલું. તેઓ આર્ટીકલ ૩૭૦ વિષે કાર્યકર્તાઓ સાથે વાત કરવા આવેલા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું કે સંસદ માં આર્ટીકલ ૩૭૦ હટાવાની સૌથી પહેલી માંગ શ્રીમતી…. શું નામ છે એમનું જેમનું મોત થઇ ગયું છે. પાછળ થી કોઈ કાર્યકર્તા એ જણાવ્યું કે સુષ્મા સ્વરાજ નામ છે એમનું. ત્યારે તેમણે કહ્યું કે હા આ માંગ સુષ્મા સ્વરાજ જીએ કરી હતી.

તમને જણાવી દઈએ કે જયારે લોક સભા માં આર્ટીકલ ૩૭૦ નો પ્રસ્તાવ પાસસ થયો તો સુષ્મા જી એ છેલું ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ક્ષણ જોવા જ હું જીવિત છું.

રાજનીતિ સૌથી સ્વાર્થી કામ છે. જ્યાં સુધી લોકો કામ કરે છે ત્યાં સુધી તેમને યાદ કરવામાં આવે છે. કામ પત્યા પછી તું કોણ-હું કોણ?