પ્રિયંકા ગાંધીને સાપ અને બાળકો સાથે મસ્તી કરવી પડી ભારે, ચૂંટણીપંચને થઈ ફરિયાદ

ચૂંટણી પ્રચાર દરમ્યાન નેતાઓના ઘણા રંગો જોવા મળે છે. કોઈ વાર ચૂંટણી ભાષણ તો કોઈ વાર વોટર્સને મળવું. પણ પ્રિયંકા ગાંધીનો એક અનોખો અવતાર સામે…

ચૂંટણી પ્રચાર દરમ્યાન નેતાઓના ઘણા રંગો જોવા મળે છે. કોઈ વાર ચૂંટણી ભાષણ તો કોઈ વાર વોટર્સને મળવું. પણ પ્રિયંકા ગાંધીનો એક અનોખો અવતાર સામે આવ્યો છે. જેમાં તે સાંપ સાથે રમતા જોવા મળી રહી છે. પોતાની માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં પ્રિયંકા પ્રચાર કરી રહી છે.  આ પહેલા બે દિવસ અગાઉ અમેઠીમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે બાળકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવેલાં નારાને કારણે પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી છે.

ગુરુવારે કોબરા સાંપ સાથે રમવું પ્રિયંકા ગાંધી વાડ્રા માટે મુશ્કેલી બની શકે છે. મામલાને ગંભીરતાથી લેતા ભારતીય પશુ કલ્યાણ બોર્ડના ડીએમએ ફરિયાદ કરી છે. બોર્ડના અધિકારી જય પ્રકાશ સક્સેનાએ ડીએમ પાસે બોર્ડે ધ પ્રિવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટૂ એનીમલ્સ અને ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ કરી છે.

જયારે બાળકોના મામલામાં અમેઠીમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે બાળકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવેલાં નારાને કારણે પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી છે. પહેલાં અમેઠીથી ભાજપના ઉમેદવાર સમૃતિ ઈરાનીએ આને લઈને સવાલો કર્યા હતા. તો હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પોતાની ફરિયાદમાં બોમ્બે હાઈકોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો છે. આયોગે કહ્યુ છેકે, 4 ઓગષ્ટ 2014એ બોમ્બે હાઈકોર્ટે એક આદેશમાં ચૂંટણી પંચને બાળકોને ચૂંટણી પ્રચારમાં સામેલ ન કરવા માટે કહ્યુ હતુ. બોમ્બે હાઈકોર્ટે આ મામલે ચૂંટણી પંચને દરેક રાજકીય પાર્ટીઓને નિર્દેશ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટનાં નિર્દેશ બાદ ચૂંટણી પંચે 21 ફેબ્રુઆરી 2017માં દરેક પાર્ટીઓને નિર્દેશ આપ્યો હતોકે, ચૂંટણી પ્રચારમાં બાળકોને સામેલ ન કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *