ગઈકાલથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ ઘણા રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ સાથે લોકડાઉન ૪ નો પ્રારંભ કર્યો છે. રાજનીતિનું કેન્દ્ર બનેલી દિલ્હીમાં હજુ પણ ભાજપના નેતાઓ રાજનીતિના ખેલ રમવામાંથી ઊંચા નથી આવી રહ્યા. લોકડાઉન દરમ્યાન આંદોલન કરનારા ભાજપના નેતાઓએ પ્રધાનમંત્રી મોદીની પણ અવગણના કરીને મુખ્યપ્રધાન કેજરીવાલ નો વિરોધ કરવાનો શરુ રાખ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી છૂટછાટ દેશની આર્થીક ગીતીવીધિઓ શરૂ કરવા માટે છે.
દિલ્હીમાં લોકડાઉનમાં ઢીલ મુકવા બદલ ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને લોકડાઉનમાં દિલ્હી બરબાદ થઇ જશેનો દાવો કરીને આંદોલન કરનારા વિજય ગોયલે આને કેજરીવાલ સરકારનો ખોટો નિર્ણય ગણાવ્યો છે. ગંભીરે જણાવ્યું છે કે, આ નિર્ણય દિલ્હીનું ડેથ વેરંટ સાબિત થઈ શકે છે. જયારે વિજય ગોયલે જણાવ્યું છે કે, આનાથી દિલ્હી વુહાન ના બની જાય.
દિલ્હી સરકારે સોમવારે ગુજરાત માફક જ કન્ટેનમેન્ટ ઝોન અને નોનકન્ટેનમેન્ટ ઝોન અનુસાર છુત્ચાત આપી છે. દિલ્હીમાં પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે. હવે 20 મુસાફરોને બસમાં બે, કારમાં 2, ઇ-રિક્ષા, એક રિક્ષામાં 1અને ટેક્સીમાં 2 લોકોને જવા દેવામાં આવશે. બધા બજારોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જો તેઓ સામાજિક અંતરને અનુસરશે નહીં તો દુકાનો સીલ કરવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરી સેવાઓ સિવાય કોઈ પણ પ્રવૃત્તિમાં છૂટ નથી.
દિલ્હીમાં મેટ્રો સેવાઓ, શોપિંગ મોલ્સ, શાળા કોલેજ, કોચિંગ, મનોરંજન પાર્ક, બાર, એસેમ્બલી હોલ, તમામ પ્રકારના ધાર્મિક મેળાવડા, હોટેલો, રેસ્ટોરાં, બાર્બર / સ્પા / સલૂન, આવશ્યક સેવાઓ સિવાય સાંજે 7 થી 7 દરમિયાન ઘરની બહાર નીકળવાની પર પ્રતિબંધ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news