હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. ઘણાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડાં દિવસ પહેલાં પણ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ થોડાં દિવસની સારવાર બાદ ફરીથી રીપોર્ટ કરતાં નેગેટીવ આવ્યો હતો.
થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ તરીકે CR પાટીલની પસંદગી કરવામાં આવી હતી. કોરોના મહામારી હોવાં છતાં પણ CR પાટીલ રેલીઓનું આયોજન કરીને મોટી સંખ્યામાં લોકોને એકઠાં કરી રહ્યાં હતાં. ઘણાં લોકો એનો વિરોધ પણ કરી રહ્યાં હતાં.
થોડાં દિવસ પહેલાં ગરબા રમી રહ્યાં હોય એવો વિડીયોમાં દેખાઈ રહ્યું હતું. આ વિડીયો સોશીયલ મીડિયામાં ખુબ જ વાઇરલ પણ થયો હતો. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર CR પાટીલને લઈને સામે આવી રહ્યાં છે. ઘણાં લોકોની બાદ હવે હાલમાં જ CR પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.
ભાજપનાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હવે કોરોનાથી સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરમાં આવેલ અપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી એમણે પોતે જાણે કોરોનાને આમંત્રણ આપ્યું હોય એવું લાગી રહ્યું હતું. અત્યાર સુધીમાં CR પાટીલની રેલીમાં ગયેલ ઘણાં ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે.
ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમનાં પ્રદેશ કાર્યાલયનાં મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાનાં કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, કુલ 2 સફાઈકર્મી કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોના પોઝિટિવ કેસ આવતાં કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવિ દેવામાં આવ્યા છે.
ભાજપનાં કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું હોવાનો ગ્રાઉન્ડ રિપોર્ટ જ કોરોનાના કેસ આવવા લાગતા અંતે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ન આવવાની સૂચના આપી દેવામાં આવી છે અને કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત તથા ફરિયાદો સાંભળી રહ્યા છે. છેલ્લા કળ 3 સપ્તાહથી શરૂ થયેલ આને પરિણામે કમલમમાં ટોળેટોળા ઉમટી પડતા હતા. જેને કારણે કોવિડની ગાઈડલાઈનનું પાલન થતું ન હતું. આને કારણે કમલમ કોરોના કેન્દ્ર જેવું બની ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en