હાલમાં ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા અને જિલ્લા વાઈઝ ચૂંટણી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપે વન ડે વન ડીસ્ટ્રીક્ટ નામનો કાર્યક્રમ શરુ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં યાત્રા પ્રવાસ શરૂ કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા નામે છ અલગ અલગ સ્થળોએથી પરિવર્તન યાત્રાના નામે ચૂંટણી અભિયાન શરૂ કર્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જનતાની વચ્ચે જઈને અરવિંદ કેજરીવાલનો મેસેજ પહોંચાડી રહ્યા છે અને મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય ના મુદ્દે લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.
સી આર પાટીલે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પદભાર સંભાળતાની સાથે જ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ માં પ્રાણ ફૂંક્યો હતો અને ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોમાં વિજય પરછમ લહેરાવ્યો હતો. જેનો શ્રેય કાર્યકર્તાઓને આપવામાં આવી રહ્યો હતો. સીઆર પાટીલે તમામ જિલ્લા પંચાયતો જીતીને એવો દાવો કર્યો હતો કે ગુજરાત ભાજપ 2022 ની ચૂંટણીઓમાં 182 સીટ જીતીને ઇતિહાસ સર્જશે, પરંતુ હવે આ દાવો હાથમાંથી સરકી રહ્યો હોય એમ લાગી રહ્યું છે.
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓને 150+ નો ટાર્ગેટ આપ્યો હોવાની વાત સામે આવી છે, આમ સીઆર પાટીલે કરેલા દાવા પર ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જ પાણી ફેરવી દીધું છે.
સુરતના પત્રકાર કૌશિક પટેલ ના જણાવ્યા અનુસાર ભાજપની ચિંતન શિબિરમાં 182 ના લક્ષ્યને પહોંચવું ચિંતાજનક લાગતા હવે કાર્યકરોને 150 સીટ નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને તે અનુસાર રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેનીય છે કે 15 અને 16 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત ભાજપ સાથે ચિંતન શિબિર કરવા પહોંચ્યા હતા. જેમાં મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારી બી એલ સંતોષ પણ હાજર રહ્યા હતા.
ભાજપ તરફના ખેમામાંથી પીછેહઠનો મેસેજ લીક થતાની સાથે જ આમ આદમી પાર્ટી ગેલમાં આવી ગઈ છે અને આ વાતને પોતાનો પ્રથમ વિજય ગણાવીને શ્રેય મેળવી રહી છે. સ્વાભાવિક રીતે હજી સુધી કોંગ્રેસ તરફથી પોતાના આંતરિક વિખવાદો પુરા થયા નથી અને ભાજપ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ પણ જે અનુસાર દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હરીફાઈ છે, કોંગ્રેસ ક્યાય હરીફાઈમાં નથી, તે સાચું થતું દેખાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.