બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાબડી દેવીએ શનિવારે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને તાનાશાહી સરકાર કહી પોતાના પતિ લાલુ પ્રસાદની જાનને ખતરો છે તેવી આશંકા જતાવી છે. રાબડી દેવીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે તેના પરિવારના કોઇ પણ સદસ્યને મહિનાઓ સુધી લાલુ પ્રસાદને મળવા નથી દેવામાં આવ્યા.
રાબડી દેવીએ શનિવારે ટ્વિટ કર્યું કે,” હોસ્પિટલમાં સારવાર લેતા લાલુ પ્રસાદ છે વિધિસર શનિવારે ત્રણ લોકોને મળી શકે છે પરંતુ ભાજપ સરકાર તેના પર રોક લગાવી રહી છે. મારા દીકરાને પણ નથી મળવા દીધો. આ ઝેરીલા લોકો લાલજી સાથે સાજીશ કરીને તેમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેમના જીવને ખતરો છે.”
બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના વીડિયોમાં સાથે લખ્યું છે કે ,” બીજેપી સરકાર ઝેર આપીને લાલુપ્રસાદ જી ને હોસ્પિટલમાં મારવા માંગે છે. પરિવારનો કોઈ પણ સભ્ય ને મહિનાઓથી મળવા દેવામાં નથી આવી રહ્યા. ભારત સરકાર પાગલ થઈ ગઈ છે. બિહારની જનતા રસ્તા ઉપર ઉતરી ગઈ તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે.”