સુરત(Surat): ગઈકાલે બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત(BJP Gujarat) અને સુરત મહાનગરના સંયુકત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સુરતના આંગણે નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ(New Year’s Reunion Ceremony) યોજાયો હતો. યુવા મોરચાની બાઈક રેલી(Bike Rally) સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Patil)નું હજારો કાર્યકરોની જનમેદનીએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
View this post on Instagram
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં સુરત શહેરે બીજો ક્રમ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે, જે બદલ પદાધિકારીઓ, સ્વચ્છતા દુતો, સંગઠનના કાર્યકરોને અભિનંદન પાઠવીને આવતા વર્ષે પહેલો નંબર આવે તે માટે સંકલ્પબધ્ધ થવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચોતરફી વિકાસ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર કોરોનાના કપરાકાળમાં પ્રજાની સાથે ઉભો રહ્યો છે. સુરત એ લઘુ ભારત તરીકે વિકસિત થયેલુ શહેર છે. સુરતનો વિજય એટલે ભારતનો મેન્ડેટ. અહી સૌરાષ્ટ્રના લોકોએ પોતાના પ્રચંડ પુરૂષાર્થથી સુરતને સિકલ બદલવાનું કાર્ય કર્યું છે. સમુદ્રી વેપાર હોય કે હીરા, ટેક્ષટાઈલ હોય, સુરતીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું ખમીર બતાવ્યું છે. જેથી ગુજરાતની આર્થિક રાજધાનીની સંભાવનાઓ સુરતમાં રહેલી હોવાનું તેમણે કહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ પેજ પ્રમુખ તરીકેનું જે મોડેલ ઉભુ કર્યુ છે, જેના થકી પ્રજા વચ્ચે રહીને કંઇ રીતે સમાજ સેવાનું કાર્ય થઈ શકે તે મોડેલને સમગ્ર દેશમાં અનુકરણીય બન્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમીના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે સુરત મહત્વપૂર્ણ ભુમિકા નિભાવશે. વડાપ્રધાનએ આજે લીધેલા નિર્ણયની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી હોળી પર્વ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાની વિગતો આપી હતી. દુનિયાભરમાં કોરોનાકાળમાં ૮૦ કરોડ લોકોને ૧૯ મહિના સુધી પાંચ કિલો અનાજનું ઐતિહાસિક કામ કરીને ગરીબો પ્રત્યેની સંવેદના વ્યકત કરી છે.
તેમણે કહ્યું કે, આ સરકારે ઉજ્જવલા હેઠળ નવ કરોડ ગેસ કનેકશન, ૧૧ કરોડ શૌચાલયો, ૧૮ હજાર ગામોના ત્રણ કરોડ ઘરોમાં વીજળી પહોચાડીને દેશના દરેક ઘરોને વીજળીથી રોશન કરવાનું કાર્ય કર્યુ છે. ૧૧ કરોડ ખેડુતોને રૂ.૧.૫૦ લાખ કરોડ તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા, ૨.૭ કરોડ લોકોને પ્રધાનમંત્રી આવાસના ઘરો તથા ૧૩૦ કરોડ લોકોને વિનામૂલ્યે વેકસીન આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનના નેતૃત્વમાં સાકારિત થયું છે. આગામી ૨૦૨૨ની ચુંટણીમાં ગુજરાતમાં વિજયનાદ કરીને બહુમતીના લક્ષ્યાંકને સર કરી આજ સુધીના બધા રેકોર્ડ તોડીને નવો લક્ષ્યાંક હાંસલ કરવાની હાકલ તેમણે કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરને સ્વચ્છતામાં બીજો ક્રમાંક મેળવવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પદાધિકારીઓ, સંગઠનના કાર્યકરો અને સફાઈકર્મીઓ, કમિશનરની ટીમના સંયુકત પ્રયાસોના કારણે આ શકય બન્યું છે. ‘સૌના સાથ અને સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ સાથે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર કામ કરી રહ્યો છે. ગુજરાતમાં આગામી ૨૦૨૨ની ચુંટણીમાં ૧૮૨ સીટના લક્ષ્યાંક સાથે કાર્ય કરવાનો અનુરોધ મુખ્યમંત્રીએ કર્યો હતો. સૌને જે જવાબદારી આપી છે તેને નિષ્ઠાપૂર્વક નિભાવીને વિજયના લક્ષ્યાંકને સિધ્ધ કરવાની હિમાયત તેમણે કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે કાર્યમાં જેટલી ઝડપ તમે કરશો, તેનાથી વધુ ઝડપથી તે કાર્યને સિદ્ધ કરવાના પ્રયાસો અમે કરીશું.
આ અવસરે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના કાર્યકરો ચુંટણી હોય કે ન હોય, પરંતુ દરેક કાર્યમાં ઉત્સાહ સાથે કાર્ય કરે છે. વડાપ્રધાનએ ૨૦૦૨ના ગુજરાતમાં કરેલો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ સમગ્ર દેશમાં ફરી રહ્યો છે. દેશની કોઈ પણ રાજયની તાકાત નથી કે તેને રોકી શકે. કારણ કે, આ અશ્વની રક્ષા કરવા ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરો તેની સાથે છે. આ અશ્વ ગુજરાતમાં આવ્યો છે, જેથી ૨૦૨૨માં ગુજરાતના કાર્યકરો તેમની રક્ષા કરવા માટે તત્પર છે. વડાપ્રધાને કરેલી ગુજરાતની સેવા અને સમર્થનના કારણે કાર્યકતાઓને જનસમર્થન મળે છે. કેન્દ્ર અને રાજય સરકારને અનેકવિધ યોજનાઓના સથવારે ભાજતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને સેવાકાર્ય સાથે મદદરૂપ બની રહ્યા છે. સમગ્ર ગુજરાત સુરત પર મીટ માડીને બેઠું છે. સુરતમાં સમગ્ર દેશના ગામ, શહેર અને જિલ્લાના લોકો રહે છે. આ તાકાત આખા રાજયની તાકાત હોવાનું જણાવીને આગામી સમયમાં પ્રચંડ બહુમતીના લક્ષ્યાંક સાથે વિજયી થવાની અપીલ તેમણે કરી હતી.
આ પ્રસંગે રેલ્વે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંગઠિત કાર્યકર્તા અને પદાધિકારી-અધિકારીઓના સથવારે સમગ્ર ગુજરાત રાજયને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવા કહ્યું હતું.
આ પ્રસંગે ગુહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતે જન-જન સુધી વિકાસના મીઠા ફળો પહોચાડયા છે. ગુજરાતથી લઈ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં ડંકો વગાડયો છે, જે ભાજપાના કાર્યકર્તાઓને આભારી છે. ગુજરાતના નાગરિકો અને ભાજપાના કાર્યકરો વચ્ચે વિશ્વાસનો અતુટ સંબધ રહ્યો છે. આવનારા સમયમાં અતુટ વિશ્વાસના સંગાથે ભારતને વિકાસની નવી ઉચાઈ પર લઈ જવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો.
ભાજપ શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીના પરિશ્રમી કાર્યકરોએ જાનની પરવા કર્યા વિના કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે ખડેપગે રહી કપરી કામગીરી કરી છે. આ ઉપરાંત ૬૬ જેટલી વેકસીવ વાન દરેક વોર્ડમાં ફેરવીને નાગરિકોનુ ૧૦૦ ટકા વેકસીન માટેનુ કાર્ય કર્યું છે.
આ પ્રસંગે નાણા, ઉર્જા મંત્રીશ્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ, માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદી, કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ, શહેરીવિકાસ રાજયમંત્રી વિનોદ મોરડીયા, મેયર હેમાલી બોધાવાલા, સાંસદ પ્રભુભાઈ વસાવા, પ્રદેશ સંગઠનાના મહામંત્રી રત્નાકરજી, પ્રદિપજી, ભાર્ગવ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ, મહેન્દ્ર પટેલ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.