પૂર પ્રભાવિત લોકોને લઇ જતી બોટ પલટી જતા ત્રણ બાળકો ગાયબ- કુલ ૨૮ જિલ્લાઓના હાલ બેહાલ

ગુવાહાટી(Guwahati): આસામ (Assam)ના હોજાઈ(Hojai) જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી એક હોડી પલટી ગઈ, જેમાં સવાર ત્રણ બાળકો ગુમ થઈ ગયા, જ્યારે 21 અન્યને બચાવી લેવામાં આવ્યા. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 24 ગ્રામજનોનું એક જૂથ શુક્રવારે મોડી રાત્રે ઇસ્લામપુર ગામથી સુરક્ષિત સ્થાન તરફ આગળ વધી રહ્યું હતું, આ દરમિયાન રાયકોટા વિસ્તારમાં ઇંટ-ભઠ્ઠા સાથે અથડાઈને તેમની હોડી પલટી ગઈ હતી. આસામના 28 જિલ્લામાં આ વર્ષે પૂરથી 18.95 લાખથી વધુ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે.

હોજાઈના ડેપ્યુટી કમિશનર અનુપમ ચૌધરીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)ના જવાનોએ 21 લોકોને પાણીમાંથી બચાવ્યા છે, જ્યારે ત્રણ ગુમ બાળકોની શોધ ચાલી રહી છે.” ચૌધરીએ કહ્યું, “જો લોકો સુરક્ષિત સ્થળોએ જવા માંગતા હોય, તો તેઓએ જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવો જોઈએ.” અમે તેમને NDRF અને SDRFની બોટ દ્વારા બહાર કાઢીશું.

પૂરનો વિનાશ:
કોપિલી નદીમાં પૂરના કારણે મોટા ભાગના વિસ્તારો ડૂબી ગયા છે અને જિલ્લામાં 55,150 થી વધુ લોકોને અસર થઈ છે. આ વર્ષની શરૂઆતમાં પૂરના પ્રથમ મોજામાં પણ જિલ્લો ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. જિલ્લામાં કુલ 29,745 લોકોએ 47 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે.

અન્ય ઘણા લોકો પણ ગુમ છે:
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, શુક્રવારે હોજાઈમાં અન્ય એક ઘટનામાં એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે. શુક્રવારે સોનિતપુર જિલ્લામાં વધુ એક બોટ પલટી જવાથી એક વ્યક્તિ લાપતા છે. બોટમાં ચાર લોકો સવાર હતા જેમાંથી ત્રણને બચાવી લેવાયા છે જ્યારે ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *