ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા દાહોદ (Dahod) જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા કંબોઈ ગામમાં સાત વર્ષ પહેલા સસરાને પુત્રવધુ સાથે આંખ મળી આવતા ઘર છોડીને બંને સાથે ભાગી ગયા હતા. ત્યાર બાદ આજે સવારે રહસ્યમય સંજોગોમાં ગામની સીમમાં એક ઝાડ પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃત દેહ મળી અવાય છે.
લીમખેડા તાલુકામાં આવેલા કંબોઈ ગામમાં રહેતા નિલેશ રમેશભાઈ હઠીલાના 2013માં સમાજના રીત રિવાજ મુજબ ગરબાડા તાલુકામાં આવેલા માતવા ગામે ગાળીયું ફળિયામાં રહેતા રામલાભાઈ મનીયાભાઈ ભુરીયાની પુત્રી વનિતા (31) સાથે લગ્ન થયા હતાં.
પુત્રવધુ વનિતાને સગા સસરા રમેશ સાથે આંખ મળી ગઈ હતી. ત્યાર બાદ વર્ષ 2016માં વનિતા તેના સસરા રમેશ સાથે પત્ની તરીકે રહેવાના ઈરાદાથી ક્યાંક જતી રહી હતી. ત્યાર અબ્દ પુત્રવધૂ અને સસરાની શોધખોળ કરવામાં આવી હતી. શોધખોળ કરવા છતાંય બંનેની કોઈ પણ ભાળ મળી ન હતી.
વનિતા અને રમેશભાઈ ક્યાં રહેતા હતા અને શું કરતા હતા તે બાબતે ઘરના કોઈ સભ્યને જાણ હતી નઈ. તાય્રે એક દિવસ બંનેના મૃત દેહ મહી અવાયા હતા. આ ઘટના ની જાણ આસપાસના ગામડાઓમાં ફેલાઈ જતા લોકો કંબોઈ ગામે બંનેની લાશ જોવા માટે ઉમટી પડયા હતાં. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.