‘વતનની વ્હારે’ આજે કેટલાય સુરતીઓ પોતાના વતન કોરોના વોરીયર્સ બનીને લોકોની સેવા કરવા પહોચ્યા છે. એકતરફ કોરોના સૌરાષ્ટ્રના ગામડાઓને પોતાના ભરડામાં લઇ રહ્યો છે અને તેના કારણે દિવસેને દિવસે કોરોનાથી ગામડામાં મોતનો આંકડો વધી રહ્યો છે. આવી કપરી પરીસ્થિતિ વચ્ચે પોતાના વતનવાસીઓની સેવાએ સુરતના અને અન્ય જિલ્લાઓના યોદ્ધાઓ પોત પોતાના વતન પહોચ્યા છે. પરંતુ ગઈકાલે શનિવારના રોજ એક ખુબ જ દુઃખનીય સમાચાર સામે આવ્યા હતા.
સૌરાષ્ટ્રના રાજુલા જાફરાબાદ કોરોના સેન્ટરમાં સેવા કરવા સુરતથી પહોચેલા કોરોના વોરીયર્સ જયારે સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું અક્સ્માત સર્જાતા દુખદ અવસાન થયું હતું. સૌરાષ્ટ્ર ખાતે રાજુલા જાફરાબાદ કોવિડ સેન્ટરમાં સેવા કરીને ત્રણ જેટલા સુરતના કોરોના વોરીયર્સ સુરત પાછા આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરા નજીક કપુરિયા ચોકડી પાસે તેમની કાર પલટાયેલી મળી આવી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કાર ચાલકને ઝોકુ આવી જતાં કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાઈ હતી.
આ ગંભીર અક્સ્માતમાં અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉ.વ.36), ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) , રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. 42)નું દુઃખદ અવસાન થયું હતું. કોરોના વોરીયર્સ બનીને લોકોની સેવા કરીને અનેકોના જીવ બચાવી પોતે ભગવાનના શરણે થયા છે ત્યારે પરિવારમાં અને લોકોમાં શોકનો માહોલ દેખાયો છે. હાલ સોસીયલ મીડિયામાં આ તમામ કોરોના વોરીયર્સને 25 લાખની સહાય મળે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ મામુલી રકમથી કોઈની જિંદગી તો પાછી નહિ આવે પરંતુ તેમના પરિવારને ટેકો મળે તે માટે લોકો આજે તેમને સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. સાથે સાથે લોકોએ મૃત્યુ પામેલા આ ત્રણેય દિવંગતને શહીદનું બિરુદ પણ આપ્યું છે. ત્યારે પી.પી. સવાણી ગ્રુપે મૃતકોના બાળકોની જવાબદારી માથે લીધી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના બાળકોની શિક્ષણ-આરોગ્યની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપે સ્વીકારી:
મહેશભાઈ સવાણીએ કહ્યું છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ગયેલા યુવાનો શહીદ થયા છે. જેથી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના બાળકોની શિક્ષણ અને આરોગ્યની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપે દ્વારા લેવામાં આવેલ છે. મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારની જવાબદારી અંગે આગેવાનો સાથે મળીને ચર્ચા કરવામાં આવશે.
સુરતથી સૌરાષ્ટ્ર માટે સેવા કરવા ગયેલા અશોક ગૌદાણીના ભાણીયા રાજુ ગોંડલિયા મહુવા તાલુકાના બાંભણિયા ગામે રહે છે. તેમણે કેન્સરની બીમારી હોવાને કારણે તેઓની મુંબઈ સ્થિત એક હોસ્પીટલમાં સારવાર ચાલે છે. ગઈકાલે શનિવારના રોજ અશોક ગૌદાણી અને તેમના ભત્રીજા સંજય ગૌદાણી પોતાની કારમાં સુરત પરત આવતા હતા. તેમની કારમાં જગ્યા હોવાથી અને કેન્સરની સારવાર માટે મંગળવારના રોજ મુંબઈ જવાનું હોવાથી રાજુ ગોંડલિયા પણ તેમની સાથે સુરત પરત આવતા હતા. તે દરમિયાન ગંભીર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર તેમનો મૃતદેહ અંતિમવિધિ માટે બાંભણિયા ગામે લઇ જવાયો છે. અશોક ગૌદાણી મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.