આર્થિક મદદ કરીને નવજીવન આપ્યું તો ચાહકે છાતી પર દોરાવ્યું સોનુ સુદનું ટેટુ -અભિનેતાએ કહ્યું…

બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં ઘણીવાર વિલન તરીકે જોવા મળતા પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ કોવિડ મહામારી દરમિયાન મસીહા તરીકે ઉભરી આવ્યા છે. સોનુ સૂદ સતત…

બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં ઘણીવાર વિલન તરીકે જોવા મળતા પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ કોવિડ મહામારી દરમિયાન મસીહા તરીકે ઉભરી આવ્યા છે. સોનુ સૂદ સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે કે, જેના કારણે તેને ઘણા લોકો દ્વારા ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

લોકો સતત સોનુના ઉમદા કાર્યની પ્રશંસા કરી રહ્યા છે, આ દરમિયાન અભિનેતાનો એક ચાહક છે કે, જેણે સોનુનો ચહેરો તેની છાતી પર ટેટુ કરાવ્યો છે જે તેનો જુસ્સો દર્શાવે છે. ઝારખંડના રહેવાસી પપ્પુ યાદવે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના ટેટૂની તસવીર શેર કરી હતી કે, જેમાં સોનુનો ચહેરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

આ વાતને શેર કરતાં પપ્પુએ લખ્યું હતું કે, મારા ભગવાન સોનુ સૂદ મારા દિલમાં. આ શેર કરતાં સોનુએ લખ્યું હતું કે, પપ્પુ ભાઈ કાહે. આની સાથે સોનુએ હાર્ટ ઇમોજી પણ શેર કરી છે.સોનુનો ચાહક પપ્પુ ઝારખંડના ગઢવા જિલ્લાના બૌલિયા ગામમાં રહે છે કે, જેને સોનુએ તેની માંદગીમાં મદદ કરી હતી.

પપ્પુએ તેના ટેટૂ વિશે જણાવ્યું હતું કે, મને ગાંઠ હતી અને મારા પરિવાર પાસે સારવાર માટે પૈસા નહોતા. હું ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનુ સૂદને મળવા મુંબઈ ગયો હતો. તેના ઘરના એક વ્યક્તિએ સોનુ સાથે મારો પરિચય કરાવ્યો. તેણે 9 લાખ રૂપિયા આપીને મારો જીવ બચાવ્યો. તેણે મને તેના ઘરમાં રાખ્યો હતો.

હવે હું તેને મારી છાતી પર ટેટુ કરાવીને મારું જીવન આપી રહ્યો છું. પપ્પુએ આગળ કહ્યું કે, મારા ઘરમાં ભગવાન છે ત્યાં મેં સોનુ સૂદની તસવીર મૂકી છે. તેઓ મારા માટે ભગવાન છે કારણ કે, તેણે મારો જીવ બચાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પપ્પુ યાદવ પહેલા પણ સોનુના ચાહકોએ તેનું નામ ટેટુ કરાવ્યું છે. હૈદરાબાદના એક દંપતીએ સોનુ સૂદ પાસેથી તેમની પુત્રીનું નામકરણ કરાવ્યું છે કે, જેના પર સોનુએ દંપતીની પુત્રીનું નામ સોનાલી રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *