સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા થયા બાદ ચારેકોર તેમની મૃત્યુની જ ચર્ચા ચાલી રહી છે. સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘણી નવી બાબતો સામે આવી છે.
14 જુનના રોજ બૉલિવૂડમાં એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા હતા. એક્ટર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી ત્યાર બાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસમાં પોલીસે ઝડપ વધારી દીધી છે. બૉલિવૂડ સાથે જોડાયેલા કેટલાક લોકોની સાથે તેમના પ્રશંસકો અને કેટલાક નેતા પણ સતત આ મામલાની CBI તપાસની માંગ કરી રહ્યા છે. પોલીસ સતત એ લોકોની પૂછપરછ કરી રહી છે જે લોકો સુશાંતના સંપર્કમાં હતા કે તેના નિધન બાદ ઊભા થયેલા સવાલો પર પોલીસને જેમની પર શંકા છે. પોલીસે બુધવારે સુશાંતના ખાસ મિત્રની ફરી પૂછપરછ કરી જે 14 જૂને સુશાંતના ઘરે જ હતો. બાંદ્રા પોલીસે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીથાનીને ફરી બોલાવીને લાંબી પૂછપરછ કરી.
પોલોસ પાસેથી મળતી માહિતી અનુસાર, સુશાંતસિંહ રાજપૂતની સાથે સિદ્ધાર્થ પિથાની તેમના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો . 14 જૂને જે સમયે સુશાંતે આત્મહત્યા કરી તે સમયે સિદ્ધાર્થ પિથાની તેના ઘરે જ હાજર હતો. આ મામલામાં સિદ્ધાર્થ પોલીસને પહેલા જ પોતાનું નિવેદન નોંધાઇ ચૂક્યો છે. આ મામલામાં YRFના કાસ્ટિંગ ડાયરેક્ટર અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત લગભગ 30 લોકોની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે રૂમમાં સુશાંતસિંહ રાજપૂતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો તે રૂમમાં બાથરોબ (નાહ્યા પછી પહેરવાનાં સાદા કપડાં)ના ટૂકડા પડેલાં હતા. હવે પોલીસને આશંકા છે કે સુશાંતે પંખે લટક્યા પહેલાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ તે સફળ થઈ શક્યો નહીં હોય. પોલીસને એવી પણ શંકા છે કે સુશાંતે પહેલાં બાથરૂમમાં તેના બાથરોબનો ફંદો બનાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બથરોબ તૂટી ગયું હશે. આ રીતે સુશાંત પ્રથમ વખત આત્મહત્યા કરવામાં સફળ થઈ શક્યો નહીં.
અત્રે નોંધનીય છે કે, સુશાંતે 14 જૂને મુંબઈના બાંદ્રાના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. જેની જાણકારી એક્ટરના નોકરે પોલીસને કોલ કરીને આપી હતી. અત્યાર સુધીની તપાસમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા અને શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું કહેવાય છે. તેમ છતાંય પોલીસ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news