ગુજરાત(Gujarat): રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરત(Surat)માં લુખ્ખા તત્વોની કરતૂતો સામે આવી રહી છે. અહીં હપ્તા વસૂલી કરનાર શખ્સોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આ હપ્તા ખોરો(Instructors)ને જાણે પોલીસનો ડર જ ન હોય તેવી રીતે બેફામ બનીને હપ્તા વસુલી કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં બુટલેગરો હપ્તાવસુલી કરતા હોવાનું સામે આવ્યું છે. જો લુખ્ખા તત્વોને હપ્તો ન આપવામાં આવતા દુકાનમાં તોડ ફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના હાલમાં સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.
દારૂ વેચવા માટે બેફામ બનેલા બુટલેગરો હવે દુકાનદાર પાસેથી તોડ કરીને પૈસા ઉઘરાવી રહ્યા છે અને જો તેને પૈસા ન આપવામાં આવે તો બેફામ બનીને દુકાનમાં તોડફોડ કરી રહ્યા હોવાનું પણ સ્પષ્ટપણે આ સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે.
આ લુખ્ખા તત્વોને ખાખીનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેફામ ઉઘરાણી કરી રહ્યા છે. દિવસેને દિવસે આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવતા હવે સુરતની સુરત પર પણ મહદઅંશે કલંક લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સતત હત્યા, ગુનાખોરી, ચોરી અને હપ્તાખોરીની ઘટના સામે આવતા સુરતમાં કાયદો વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હપ્તાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.