પુલ પર દોડતી શરુ ટ્રેનમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, જીવ બચાવવા બારી માંથી કૂદયા મુસાફરો- જુઓ LIVE વિડીયો

અમેરિકા(America)ના બોસ્ટન(Boston)માં ચાલતી ટ્રેન(train)માં આગ લાગી હતી. દુર્ઘટના સમયે ટ્રેનમાં લગભગ 200 લોકો સવાર હતા. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને લોકો…

અમેરિકા(America)ના બોસ્ટન(Boston)માં ચાલતી ટ્રેન(train)માં આગ લાગી હતી. દુર્ઘટના સમયે ટ્રેનમાં લગભગ 200 લોકો સવાર હતા. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા બારીમાંથી કૂદવા લાગ્યા હતા.

ગુરુવારે સવારે યુએસમાં પુલ પર ચાલતી મેટ્રોમાં આગ લાગી હતી. બોસ્ટનમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેન મિસ્ટિક નદી પરનો પુલ ક્રોસ કરી રહી હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલા મુસાફરો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદી પડ્યા હતા. એકે તો નદીમાં કુદકો માર્યો હતો. દુર્ઘટના સમયે ટ્રેનમાં લગભગ 200 લોકો સવાર હતા. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટ્રેનના ડબ્બા ધુમાડાથી સળગતા જોવા મળે છે.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 200 મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક લોકો ટ્રેનની બારીઓમાંથી કુદી ગયા હતા. આ દરમિયાન એક મહિલા મુસાફર મિસ્ટિક નદીમાં કૂદી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિની ખબર નથી.

નામ ન આપવાની શરતે એક મુસાફરે જણાવ્યું હતું કે, “અકસ્માત સમયે લગભગ 200 લોકો ટ્રેનમાં હશે. ટ્રેનમાં આગ લાગવાની જાણ થતાં જ તેઓ બારીમાંથી કૂદવા લાગ્યા હતા. થોડી જ ક્ષણોમાં આગનો ધુમાડો ટ્રેનના ડબ્બામાં ફેલાઈ ગયો હતો. મુસાફરનું એમ પણ કહેવું છે કે આગ લાગ્યા બાદ ધમાકા પણ થતા હતા, જેના કારણે મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા.

મૈસાચુસેટ્સ બે ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે આગ ધાતુની સીટ વીજળીના સંપર્કમાં આવવાને કારણે લાગી હતી. જે બાદ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આગ લગતા ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકો ચોંકી ઉઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *