BJP કોલ સેન્ટરથી આવેલા ફોનનો યુવકે આપ્યો એવો જવાબ કે ફોન કરનારે કહ્યું- મારો મત કોંગ્રેસને…

હાલમાં ગુજરાતની લોકસભા ચૂંટણીના મતદાન અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા અલગ-અલગ રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પાસે મત માંગવાની તમામ કોશિશો થઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક રેકોર્ડીંગ વાયરલ થઈ રહ્યું છે. જેમાં ભાજપના ભાવનગરના ઉમેદવાર ભારતીબેન શિયાળ તરફથી કોલસેન્ટર માંથી આવેલા ફોનનું વાતચીતનું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું છે. અને વાતચીત પરથી પ્રભાવિત થઈને ફોન કરનાર યુવતી પણ કોંગ્રેસને વોટ આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. શું હતું એ કોલ રેકોર્ડિંગમાં? તે નીચે ક્લિક કરીને સાંભળો…

ભાવનગર લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળ તરફથી કોઈ કોલસેન્ટર માંથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર યુવતી દ્વારા ભારતીબેન શિયાળ ને વોટ આપવા માટે અપીલ કરી હતી. ત્યારે દુર્ભાગ્યવશ આ ફોન કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય ને થઇ ગયો હતો. તાલુકા પંચાયત ના સભ્ય ની ઓળખ મહિપત પટેલ તરીકે થઈ રહી છે. ઉધડો લેતા મહિપત પટેલ કહી રહ્યા છે કે, ભારતીબેને બોટાદ જિલ્લામાં કે લાઠીદડ ગામ માં કોઈપણ પ્રકારની ગ્રાન્ટ ફાળવી નથી અથવા તો કામ કર્યું નથી.

વધુમાં મહિપત પટેલ દ્વારા અન્ય સમસ્યાઓના સવાલ કરાતા યુવતી પણ સહમત થઈને કહે છે કે, અમારે શું કરવું અમને તો ફોન કરવાનું કીધું હોય. ત્યારે મહિપત પટેલ નિસાસો નાખતા કહે છે કે, હા એ વાત બરાબર છે. તમને તેનો પગાર મળતો હોય એટલે તમે ફોન કરી શકો, પણ મોદી સાહેબે માત્ર ગોળા જ મૂક્યા છે અને સર્જીકલ સ્ટ્રાઈક ના નામે દેશનાં પાંચ એરપોર્ટ વેચી માર્યા તેવો આક્ષેપ પણ કર્યો.

કથિત રેકોર્ડિંગમાં સંભળાય છે એ પ્રમાણે મહિપત પટેલ દ્વારા ખેડૂતો ગળાફાંસો ખાઈને મરી જાય છે, ત્યારબાદ મહિપત પટેલ દ્વારા યુવતીને કોંગ્રેસ માટે વોટ કરવા માટે અપીલ કરે છે. અને તેમાં સહમત થઈને યુવતી પણ કહે છે કે, હા અમને બધી ખબર છે કે કંઈ કર્યું નથી, પણ શું કરું અમારે તો ફોન કરવાના હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *