બોટાદ એસપીની નિષ્ક્રિયતાએ 29 “દારૂડિયા” નો જીવ લીધો- તપાસ માટે SIT ની રચના

ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ રહી ગઈ છે, તેના જીવતાજીગતા સેકંડો પુરાવાઓ દરરોજ સામે આવી રહ્યા છે. બેફામ દારૂ વેચાણને કારણે સમાજમાં અસામાજિક તત્વોનો ત્રાસ ખુબ વધવા લાગ્યો છે, સાથોસાથ સમાજની બહેનો પણ અસુરક્ષિત બની રહી છે. બેફામ દારૂ વેચાણથી સમાજમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવુતિઓ ખુબ વધી છે. ત્યારે લટ્ઠાકાંડમાં ઝેરી દારૂથી 29 લોકો મોતને ભેટ્યા છે. સાથોસાથ બોટાદ, અમદાવાદ, ભાવનગરની ઘણી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓ દાખલ થયેલા છે. સંભવતઃ હજુ પણ મૃત્યુઆંક વધશે.

લઠ્ઠાકાંડનો ઓડિયો વાયરલ
લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસ અને હોમગાર્ડની હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જે ઓડિયો કલીપમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની સ્પષ્ટ વાતચીત સાંભળવા મળી હતી. બરવાળા પોલીસ સ્ટેશનના ASI યાસમીનબાનું ઝડકીલાની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે, જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત સંભળાય છે. વાયરલ ઓડિયો ક્લીપમાં ASI યાસમીનબાનું ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાના સેટિંગની વાતચીત કરી રહ્યો હતો.

પોલીસ અને બુલેગરોની મિલીભગતથી આજે ૩૭ લોકો મોતને ભેટ્યા છે અને કેટલાય લોકો જીવન અને મોત વચ્ચેની લડત લડી રહ્યા છે. ‘રોજીદ ગામ ગામની લટ્ઠાકાંડની ઘટના પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને અને સરકારની સરેઆમ નિષ્ફળતા છે. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમા અનેક વાર મૌખીક રજુઆત અને અરજી આપી હતી. સ્થાનિક બુટલેગરો બેફામ દારુનુ વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઇ પણ પગલા લેવામાં ન આવતા હતા. પોલીસની નિષ્ક્રીયતા ઉપર અધિકારીઓની પણ નિષ્ફળતા હતી, જેથી એમને આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરવામા આવે ત્વરિત પગલામા ભરવાની માંગણી કરી હતી.’ – મનહર પટેલ પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ

ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી મારા દ્વારા બોટાદ જીલ્લા પોલીસ વડાને તા. ૨૦.૦૩.૨૦૨૨ નારોજ ઇ મઈલથી સરપંચશ્રીની રજુઆતને જોડીને જાણ કરી હતી, અને આ વિસ્તારમા થતી ગુનાહિત પ્રવૃતિને ડામવા સખત કાર્યવાહી કરવા રજુઆત કરી હતી, પરંતુ રાજય સરકાર અને પોલીસ વિભાગની આ બેદરકારીને કારણે રોજીદ ગામની આ કરુણ ઘટના બનવા પામી છે, માટે જવાબદાર અધિકારીઓ ઉપર માનવ વધના ગુના સાથે તેમના કાયઁવાહી કરવામા આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *