બુલડોઝર ચલાવતા સાશકોના નિર્ણયને સારું ગણાવી રાક્ષસી હાસ્ય કરતા “ભક્તો” આ દિવ્યાંગની વેદના સાંભળશે?

મધ્યપ્રદેશ(Madhya Pradesh): ખરગોનમાં થોડા દિવસ પહેલા જે હિંસાની આગ ફાટી નિકળી હતી તેમાં જે દોષી હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ પણ એ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, કાર્યવાહી કરવાની લ્હાયમાં કોઇ નિદોર્ષ વ્યક્તિનો ભોગ લેવાઇ ન જાય. ત્યારે કરવામાં આવી રહેલી કાર્યવાહી દરમ્યાન ખરગાનોમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. એક વ્યકિતના બનેં હાથ 2005 માં જ કપાઇ ગયેલા હતા છતા તંત્રએ રમખાણનો આરોપી મુકીને તેની દુકાન તોડી પાડી હતી.

થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના ખરગોનમાં ફાટી નીકળેલી હિંસા બાદ પ્રશાસન આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી રહ્યું છે. આ ઘટનામાં, વસીમ શેખ નામના આવા વ્યક્તિની દુકાન બુલડોઝરથી તોડી પાડવામાં આવી છે, જેના બંને હાથ 2005માં એક અકસ્માતમાં કપાઈ ગયા હતા. વસીમ શેખ પોલીસ-પ્રશાસનની નજરમાં રમખાણોનો આરોપી છે. મળતી માહિતી અનુસાર, વસીમ શેખના પરિવારમાં કુલ 5 સભ્યો છે અને સરકારી તંત્રના બુલડોઝર દ્વારા જે દુકાનને તોડી પાડવામાં આવી છે. તેનાથી જ પરિવારનું ગુજરાન ચાલતુ હતું. હવે વસીમ શેખ પાસે પરિવારનું ભરણ-પોષણ કરવા માટે કઈ નથી. વસીમ શેખ બે બાળકોનો પિતા છે.

2005માં વસીમ શેખને વીજ કરંટ લાગ્યો હતો. તે દરમ્યાન તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે દરમ્યાન તેના બંને હાથ કાપવા પડ્યા હતા. હાલમાં વસીમ 35 વર્ષનો છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં વસીમેં પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, મારી દુકાન તોડી પાડવામાં આવી છે, જેમાં હું એક નાનો ધંધો કરતો હતો. જેના આધરે પરિવારનું ગુજરાન ચાલતું હતું. વસીમ શેખે કહ્યું, “વહીવટીતંત્રે છોટી મોહન ટોકીઝ પાસે આવેલા મારા રોડની બાજુના ડમ્પ પર બુલડોઝર ચાલુ કર્યું. આ સ્થળ પથ્થરબાજી સ્થળથી લગભગ 2 કિલોમીટર દૂર છે.

aajtak.in

વસીમે વધુમાં જણાવતા કહ્યું કે, મારી જે નાની દુકાન તોડી નાંખવામાં આવી તેમાં હું કેન્ડી વેચતો હતો અને મારા પરિવારનું ભરણપોષણ કરતો હતો. હું કેવી રીતે હુલ્લડ કરી શકું, હું પાણી માટે પણ બીજા પર નિર્ભર છું. મારી પાસે મારા બે બાળકો, પત્ની અને માતાને ખવડાવવા માટે કોઈ સાધન નથી. આ ઉપરાંત, તંત્ર દ્વારા આ માટે તેને કોઈ નોટિસ પણ મળી નથી જેથી તે સમયસર સામાન સુરક્ષિત રીતે બહાર કાઢી શકે.

જયારે આ નિંદનીય ઘટના અંગે તંત્રના અધિકારીઓને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, વસીમ શેખની દુકાનને કોઇ નુકશાન થયું નથી. આ વાત સામે આવતા કોંગ્રેસ નેતા શ્રીનિવાસે વસીમનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પુછ્યું છે કે, બુલડોઝર ચલાવતા પહેલાં સત્ય તો જાણી લેવું હતું. શું આ માણસે ખરેખર પત્થર ફેંક્યા હતા?

વસીમની દુકાન પર બુલડોઝર ચલાવવાની માહિતી સામે આવ્યા બાદ અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ આમાં સામેલ હતા. તેમણે ટ્વીટ કર્યું, “ભાજપની હિન્દુત્વ વિચારધારામાં માનવતા માટે કોઈ સ્થાન નથી. આ રાજ્ય સરકારના કાયદાના હથિયાર છે જેને હેક કરવામાં આવ્યા છે. તેઓ ગરીબોને વધુ ગરીબ અને બેઘર બનાવીને શક્તિશાળી અનુભવે છે. તેઓને કાયદા કરતાં મુસ્લિમ સમુદાયના લોકોને વધુ સજા આપવાનો જુસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *