પંચાલ પરિવારની મહિલાએ અવસાન બાદ પણ આપી પાંચ લોકોને નવી જિંદગી, અંગદાન કરીને માનવતા મહેકાવી

હાલ વડોદરા(Vadodara) શહેરના એક પરિવારે માનવતા મહેકાવી છે. શહેરના માંજલપુર(Manjalpur) વિસ્તારમાં રહેતા 49 વર્ષીય મહિલાના પિત્તાશય કાઢવાના ઓપરેશન સમયે અચાનક ખેંચ આવતા તેઓને બ્રેઇનડેડ(brain dead) જાહેર કરાયા હતાં. જેને પગલે તેમના પાંચ અંગો ડોનેટ(organ donation) કરવાનો પરિવાર જનોએ નિર્ણય લીધો હતો. જેને પગલે ગુરુવારે અમદાવાદ (Ahmedabad)થી આવેલી સર્જનોની ટીમે પ્રક્રિયા પૂર્ણ કરી વડોદરા (Vadodara)થી અમદાવાદ ખાતે ગ્રીન કોરિડોર(Green Corridor) બનાવી તેમના 5 અંગો લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, હંસાબેન સુરેશભાઈ પંચાલ(49) ડીસા તાલુકાના વેળાવાપુરા ગામના વતની છે. તેઓ માંજલપુરના મારુતિ ધામ સોસાયટી ખાતે રહેતા હતા. આ દરમિયાન તેમના પિત્તાશયમાં પથરી થતાં તેઓને શહેરના કલાલી વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પથરી વારંવાર રી-જનરેટ થતી હોવાથી તેમનું પિતાશય કાઢવાનો નિર્ણય કરાયો હતો. જે અંગેનું ઓપરેશન ગઈકાલે હાથ ધરતા તેમને અચાનક એટેક આવ્યો હતો. જેને પગલે તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

નાટો-સાટોમાં રજિસ્ટ્રેશન કરાવી ઓર્ગન મોકલાવ્યાં:
જાણવા મળ્યું છે કે, રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ શ્રોફ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત છે. આ અંગે મેડિકલ એડમીન ડોક્ટર ગૌરાંગ રાણાપુરવાલાએ જણાવ્યું હતું કે, કલાલી ખાતે આવેલી હોસ્પિટલના પ્રથમ ઓર્ગન ડોનેશનનું ઓપરેશન હતું. જેના લીધે નાટો અને સાટોમાં રજીસ્ટ્રેશન કરાવી તુરંત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સર્જનોની ટીમ દ્વારા બે આંખ, બે કિડની અને લીવરને ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *