આ ઘટના દિલ્હીના નાગલોઈ વિસ્તારની છે. જ્યાં એક બહાદુર મહિલા અને તેની પુત્રીએ ચેન સ્નેચર ને પકડી લીધો અને લોકોએ તરત જ આ ચેન સ્નેચર ને મેથીપાક આપી ને પોલીસના હાથે પકડાવી દીધો. પરંતુ એક ચેન સ્નેચર ભાગવામાં સફળ થઈ ગયો આ ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ. આ ઘટના નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બહાદુર મહિલાના લોકો વખાણ કરી રહ્યા છે. પરંતુ આ વિડીયો માંથી બહાદુર મહિલા ના માત્ર વખાણ જ નહીં પરંતુ આવી બહાદુરી દેશની અન્ય મહિલાઓમાં પણ આવે તે સંદેશો પહોંચવો જરૂરી છે.
દેશ જ નહીં ગુજરાતમાં પણ રોજ ચેઇન સ્નેચીંગના બનાવો બનતા હોય છે. પરંતુ આ સ્નેચરોને પકડવા થી બધા ડરતા હોય છે. કેમકે આ વ્યક્તિઓ પોતાની સાથે હથિયાર લાવીને ડરાવીને બચાવ કરવા માંગતા લોકોને ફગાવી દેતા હોય છે. આ વીડિયોમાં માત્ર મહિલા જ નહીં પરંતુ આસપાસ હાજર રહેલા લોકોએ પણ તાત્કાલિક મદદે દોડી આવવાનું કામ કર્યું હતું. ઘણા વોટ્સએપ અને ફેસબુક પ્રેમી લોકો આવી કોઈ ઘટના બને તો તરત જ વિડીયો ઉતારવાનું શરૂ કરી દેતા હોય છે પરંતુ પીડિત ને મદદ કરવાનું ભૂલી જતા હોય છે અને સલાહો આપતા હોય છે.
આ ઘટના માં લોકોએ ચોરને મેથીપાક આપ્યો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.