સુરતમાં જાહેર રોડ પર વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે ધીંગાણું- એક બીજાના કપડા ફાડીને કરી છૂટા હાથની મારામારી- LIVE વિડીયો થયો વાઈરલ

Brawl Between Students On Public Road: સુરતમાં અવારાનાર મારામારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાં હાલ સુરતના રીંગ રોડ ખાતે આવેલા ચામુંડા રેસ્ટોરન્ટની બહાર શાળાના આઠથી દસ વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીની(Brawl Between Students On Public Road) ઘટના બની છે.વિદ્યાર્થીઓની છુટા હાથની મારામારીની આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જો કે, અંદરો અંદર વિદ્યાર્થીઓની કઈ બાબતને લઈ મારામારી થઈ હતી તે તો જાણી શકાયું નથી. પરંતુ આ મારામારીમાં વિદ્યાર્થીઓએ એક બીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાટી નાખ્યા હતા. સ્થાનિક લોકો વચ્ચે પડતા વિદ્યાર્થીઓએ તેમને પણ ધક્કે છોડાવ્યા હતા.

વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના
માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને સમાજમાં પોતાનું નામ રોશન કરે, એક સારી જિંદગી જીવી શકે તે માટે સ્કૂલે મોકલતા હોય છે. પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ગુંડાગર્દી, મારામારી અને અવળી લાઈન પર પણ જતા રહે છે. જેની ખરેખર વાલીઓને ખબર જ હોતી નથી. આવી જ એક વધુ ઘટના સુરતમાંથી સામે આવી છે. શહેરની ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જાહેર રોડ પર ગેંગવોરની જેમ બાખડી પડ્યા હતા. ત્યારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આવી ઘટના ખરેખર લાલબત્તી સમાન માનવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસમાં છુટા હાથની મારામારી કરી
સુરતના રીંગ રોડ ખાતે આવેલ ચામુંડા રેસ્ટોરન્ટની બહાર શહેરની ખાનગી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી જોવા મળી હતી. શહેરની કઈ શાળાના વિદ્યાર્થીઓ હતા તે તો જાણી શકાયું નથી. પરંતુ સ્કૂલ ડ્રેસ પહેરી 8થી 10 વિદ્યાર્થીઓ જાહેર રસ્તા પર જ અંદરો-અંદર મારામારી કરી રહ્યાં હતા.

વિદ્યાર્થીઓએ એક બીજાના કપડા પણ ફાડી નાખ્યા
જાહેર રોડ પર વિદ્યાર્થીઓએ કરેલી મારામારીની આ ઘટનાનો કોઈએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીઓની આવી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળ્યું હતું કે 10થી 12 વિદ્યાર્થીઓ અંદર છુટા હાથની મારામારી કરી રહ્યા હતા. જાણે બે કુખ્યાત ગેંગ વચ્ચે મારામારી અને હુમલાનો ગેંગવોર થતો હોય તેવી મારામારી આ વિદ્યાર્થીઓ વચ્ચે જોવા મળી હતી. આ મારામારીમાં વિદ્યાર્થીઓએ પહેરેલા પોતાની કપડા પણ ફાટી નાખ્યા હતા.​​​​​​​

સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓને છોડાવ્યા
વિદ્યાર્થીઓની આ મારામારી જોઈ સ્થાનિક લોકો તેમને છોડાવવા ગયા હતા. તો આ દરમિયાન કેટલાક છોડાવનાર લોકોને પણ વિદ્યાર્થીઓએ ધક્કે ચડાવી દીધા હતા. જો કે, તેમ છતાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓના બંને જૂથને દૂર કરી મામલો થાળે પડાવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓ આ રીતની મારામારી શા માટે કરી હતી તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *