બ્રેડ પિઝા બનાવવા માટે તમારે પિઝા બેઝની જરૂર નથી. ફક્ત બ્રેડ સ્લાઈસ પર ચટણી સાથે મનપસંદ શાકભાજી અને ચીઝ ઉમેરીને બેક કરીને ખાઈ શકો છો. વ્રેદ પીઝા તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો.
બ્રેડ પિઝા ઘટકો
4 બ્રેડ સ્લાઈસ
2 ચમચી પિઝા સોસ
1/4 કપ કેપ્સીકમ, બારીક સમારેલા
1/4 કપ ડુંગળી, બારીક સમારેલી
1/4 કપ ટામેટાં, બારીક સમારેલા
1 ચમચી ઓલિવ
1 ચમચી કાળા મરી
1 ટીસ્પૂન ઓરેગાનો
1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
સ્વાદ માટે મીઠું
1 ટીસ્પૂન માખણ
બ્રેડ પિઝા કેવી રીતે બનાવશો
સૌપ્રથમ બ્રેડના ટુકડા લો અને તેના પર પિઝા સોસ ફેલાવો.
એક મિક્સિંગ બાઉલમાં કેપ્સીકા, ડુંગળી અને ટમેટા લો, તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી ઉમેરો અને મિક્સ કરો.
બ્રેડના ટુકડા પર શાકભાજી મૂકો અને તેના પર છીણેલું મોઝેરેલા ચીઝ મૂકો.
તૈયાર કરેલી બ્રેડની સ્લાઈસ પર ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખો.
હવે એક તળીને ગરમ કરો, તેના પર બટર ફેલાવો, બ્રેડની સ્લાઈસને તળીને સેટ કરો.
10 થી 12 મિનિટ માટે ધીમી આંચ પર બેક કરો. તૈયાર છે તમાર બ્રેડ પિઝા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.