યૂરોપના એક સમુદાયમાં દીકરીઓ માટે માતા પિતા જ ગ્રાહક શોધ છે અને પોતાની દીકરીનું વેચાણ કરે છે. આ કામ માટે અહીં એક બજાર ભરાય છે. માતા પિતા પોતાની દીકરીના લગ્ન કરવા માટે આ કામ કરે છે. રોમા સમુદાયમાં દીકરીને વેંચવાની પ્રથા પ્રચલિત છે. ક્રિસ્ચિયનના એક સમુદાય કલાયદજી જે રોમા સમુદાયમાં આવે છે તેના લોકો અત્યંત ગરીબ પરિસ્થિતીમાં જીવન જીવે છે. આ સમુદાયના લોકો એટલા ગરીબ હોય છે કે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલે છે. આ કારણે જ તેઓ વર્ષોથી આ પ્રથાને આગળ વધારી રહ્યા છે.
આ સમુદાયમાં શિક્ષણનો પણ અભાવ હોય છે. આ સમુદાયની કોઈપણ યુવતી કોલેજ સુધીનો અભ્યાસ પણ કરી શકતી નથી. કારણ કે તેમને નાની ઉંમરમાં જ લગ્ન માટે વેંચી દેવામાં આવે છે. બુલ્ગારિયા નામની જગ્યાએ આ બજાર છેલ્લા 4 વર્ષથી ભરાય છે. આ બજારમાં યુવતી પોતાની મરજીથી માતા પિતા કે અન્ય સંબંધી સાથે તૈયાર થઈને આવે છે. અહીં આવતા યુવકો યુવતીઓ સાથે વાતચીત કરે છે અને પછી બંને એકબીજાની પસંદથી લગ્ન કરે છે.