માત્ર 2999/- માં લાવો દેશની પ્રથમ ઇલેક્ટ્રિક બાઈક, એક ચાર્જમાં 156 કિલોમીટર ચાલશે. જાણો કયાંથી મળશે ?

હાલ પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનો પર સરકાર ટેક્સ લગાવીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે. ‘રિવોલ્ટ મોટર્સે’ ભારતીય ઈલેક્ટ્રીકલ મોબિલિટીના ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરી છે. ઘણા લાંબા સમયથી Revolt Motorsની રાહ જોવામાં આવી રહી હતી હવે કંપનીએ આ બાઈકને ત્રણ જુદા-જુદા પેમેન્ટ અંતર્ગત લોન્ચ કર્યુ છે. ચાલો જાણીએ આ બાઈકથી જોડાયેલી ખાસ વાતો અને કેવી રીતે આ બાઈકને ખરીદી શકાય છે.

કંપની આ બાઈકને My Revolt Plan અંતર્ગત દેશમાં વેચશે. આ બાઈકના બુકિંગ પહેલા જ કંપનીએ તેની આધિકારીક વેબસાઈટ અને ઓનલાઈન શોપિંગ સાઈટ Amazon પર શરૂ કરી દીધી છે.

વિદ્યાર્થીઓ ને ધ્યાનમાં રાખીને બનાવી બાઈક :-
Revolt RV400 લોન્ચ કરતા કંપનીના સ્થાપક રાહુલ શર્માએ કહ્યુ કે, અમે આ બાઈકને કોલેજ જનારા યુવકોને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે. જોકે તેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે પરંતુ તેનું પેમેન્ટ પ્લાન ખાસ કરીને યુવકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યુ છે. તેની બુકિંગ માટે માત્ર 1000 રૂપિયા જમા કરવાના રહેશે અને કંપની આ બાઈક માટે ડાઉન પેમેન્ટ તરીકે એક પણ રૂપિયા નથી લઈ રહી.

માય વોલ્ટ પ્લાન વિશે જાણો :-

આ બાઈકને કંપનીએ ત્રણ જુદા-જુદા વેરિએન્ટમાં રજૂ કરી છે. જેમાં કંપની ત્રણ મોડલની બાઈક સાથે બાજારમાં પ્રવેશ કરી રહી છે. આ બાઈક RV 300, RV 400 બેસ વેરિએન્ટ અને RV 400 પ્રીમિયમ વેરિએન્ટ શામેલ છે. તમને RV 300 માટે માત્ર 2999 રૂપિયા દર મહિને ચુકવવા પડશે. તે સિવાય RV 400ના બેસ વેરિએન્ટ માટે 3499 રૂપિયા દર મહિને અને પ્રીમિયમ વેરિએન્ટ માટે 3999 રૂપિયા દર મહિને ચુકવવા પડશે. આ બાઈક માટે તમને 37 મહિના સુધી ઇએમઆઈ ચુકવવી પડશે.

આ બાઈકમાં કંપનીએ 3.24 KWની બેટરી પેક આપી રહી છે. જે બાઈકને પાવર સપ્લાય કરે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક સિંગલ ચાર્જમાં 156 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ બાઈકની ટોપ સ્પીડ 85 કિલોમીટરની છે. બાઈકને ચાર્જ થતા 4 કલાકનો સમય લાગશે. તેની સાથે કંપની એક પોર્ટેબલ ચાર્જર પણ આપી રહી છે.

Revolt RV 400માં કંપનીએ આર્ટિફિશિયલ એગ્જાસ્ટ સિસ્ટમનો પ્રયોગ કર્યો છે. જેમાં તમે તમારા મોબાઈલથી બાઈકની અવાજને બદલી શકો છો. તે સિવાય તમે કંપનીના એપ દ્વારા નવા સાઉંડને ડાઉનલોડ કરી શકીને તમારી ઈચ્છાનુસાર સાઉન્ડ પણ આપી શકો છો. આ બાઈકમાં કંપનીએ 4Gઈનબિલ્ટ સિમ કાર્ડનો પ્રયોગ કર્યો છે. જે હંમેશા બાઈકને ઈન્ટરનેટથી કનેક્ટ રાખશે.

આ રીતે ખરીદો બાઈક :-

કંપનીના સ્થાપક રાહુલ શર્માએ બાઈક લોન્ચ દરમિયાન કહ્યુ છે કે, તમને પહેલા બાઈકને બુક કરવી પડશે ત્યાર બાદ તમે જે મોડલની પસંદગી કરશો એ મોડની પહેલી ઈએમઆઈ અને આધાર કાર્ડ કંપનીના ડિલરશીપને જમા કરાવવાની રહેશે. કંપની બાઈકને ડિસેમ્બર મહિનામાં ડિલીવરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *